Rajkot: લોકસાહિત્યકાર દેવાયત ખાવડે પોલીસ કમિશનર અને DGPને પાઠવી નોટિસ

|

Oct 21, 2022 | 8:21 PM

Rajkot: લોકસાહિત્યકારે ધમકી મળવાના કેસમાં રાજકોટ પોલીસ કમિશનર અને DGPને નોટિસ પાઠવી છે. સોશિયલ મીડિયા મારફતે જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ દેવાયત ખવડે 16 ઓક્ટોબરે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જીવનું જોખમ હોવાની અરજી કરી હતી છતા પોલીસે ફરિયાદ ન નોંધતા એડવોકેટ મારફતે નોટિસ પાઠવી છે.

લોક સાહિત્યકાર દેવાયત ખવડે (Devayat Khavad) ધમકી મળવાના કેસમાં રાજકોટ પોલીસ કમિશનર (Police Commissioner) અને DGPને વકીલ દ્વારા નોટિસ પાઠવી છે. 4 દિવસ પહેલા ધમકી મળી હોવાની અરજી કરી હોવા છતાં પોલીસે ફરિયાદ ન લીધી હોવાનો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. રાજકોટ યુનિવર્સિટી (Rajkot University) પોલીસ સ્ટેશનમાં જીવનું જોખમ હોવાની અરજી કરી હોવા છતાં ફરિયાદ ન નોંધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે લોક સાહિત્યકાર દેવાયત ખવડે 16 ઓકટોબરે જાનથી મારી નાંખવાની ધમકી મળી હતી. લંડન સ્થિત જીત રોહિત મોડાસિયા નામના વ્યક્તિએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં નોટિસ પાઠવવામાં આવી છે.

પોલીસે ફરિયાદ ન નોંધતા દેવાયત ખવડ હાઈકોર્ટના શરણે

લોકસાહિત્યકાર દેવાયત ખવડને સોશિયલ મીડિયા મારફતે જાનથી મારી નાખવાની ધમકી સોશિયલ મીડિયા મારફતે મળી હતી. સમગ્ર મામલે દેવાયત ખવડે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ રાજકોટ યુનિવર્સિટી પોલીસે ફરિયાદ ન લેતા તેમણે હાઈકોર્ટમાં પિટિશન કરી છે. તેમના વકીલ ઉત્કર્ષ દવે મારફતે રાજ્યના ડીજીપી અને રાજકોટ પોલીસ કમિશનરને નોટિસ પાઠવી છે અને હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. રાજકોટ પોલીસ સમગ્ર કેસમાં ગંભીરતાપૂર્વક કામગીરી ન કરી હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લંડનમાં રહેતા જીત રોહિત મોડાસિયાએ સોશિયલ મીડિયા દ્વારા ધમકી આપી હોવાનું જણાવ્યુ છે. સાથોસાથ ધમકી આપનાર જીત મોડાસિયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તથા સોશિયલ મીડિયા પર મુકેલી પોસ્ટ દૂર કરાવવા માટે પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ઈનપુટ ક્રેડિટ- રોનક વર્મા- અમદાવાદ

Published On - 8:18 pm, Fri, 21 October 22

Next Video