Rajkot: ઓનલાઈન દવાના વેચાણનો કેમિસ્ટ એસોસિએશન દ્રારા વિરોધ, ઓનલાઈન વેચાણ બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

|

Jul 03, 2022 | 9:57 PM

રાજકોટના પેડક રોડ પર આવેલા હોલમાં સૌરાષ્ટ્ર ઝોન કેમિસ્ટ એસોસિએશનની બેઠક મળી હતી. જેમાં ઓનલાઈન દવાના થતા વેચાણનો વિરોધ કરવામાં આવ્યો હતો.

Rajkot: રાજકોટના પેડક રોડ પર આવેલા હોલમાં સૌરાષ્ટ્ર ઝોન કેમિસ્ટ એસોસિએશનની (Chemist Association) બેઠક મળી હતી. જેમાં ઓનલાઈન દવાના થતા વેચાણનો વિરોધ કરવામાં આવ્યો હતો. ઓલ ઈન્ડિયા કેમિસ્ટ એસોસિએશનના (All India Chemist Association) પ્રમુખે આક્ષેપ કર્યો હતો કે, ઓનલાઈન દવાના વેચાણમાં ભેળસેળ થાય છે. આ ઉપરાંત ગર્ભપાત અને યુવાનો નશામાં ઉપયોગ કરે તેવી દવાઓ છૂટથી મળી રહે છે. આ પ્રકારે યુવાઓના ભવિષ્ય સાથે ઓનલાઈન દવા બજાર ચેડા કરી રહ્યું છે. ગુજરાત હાઈકોર્ટના સ્ટે છતાં રાજ્યમાં ઓનલાઈન દવા વેચાય છે. આ મુદ્દે સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન દેશભરમાં કરવામાં આવશે.

સસ્તા અનાજના કૌભાંડ કેસમાં ચોંકાવનારો ખુલાસો

રાજકોટમાં ધમધમતા સરકારી અનાજના કૌભાંડમાં નવો અને ચોંકાવનારો ખુલાસો થયો છે.પુરવઠા વિભાગની તપાસમાં ગેરકાયદેસર રીતે ચાલતી આખી ચેઈન ઝડપાઈ છે.અલ્તાફ નામના વેપારીએ રિક્ષાવાળાઓ પાસેથી અનાજ લીધું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.રીક્ષાવાળાઓ કુપન ધારકો પાસેથી અનાજ લેતા હતા.સરકાર દ્વારા કુપન ધારકોને અનાજની સહાય આપવામાં આવે છે.તે અનાજની કુપન ધારકો કાળા બજારી કરતા હતા.સરકાર (Govt) દ્વારા કુપન ધારકોને વ્યક્તિદીઠ 13 રૂપિયામાં 10 કિલો અનાજ આપવામાં આવતુ હતુ.તે અનાજ કુપન ધારકો પાસેથી ફેરિયાઓ પ્રતિ કિલો 12 રૂપિયામાં વેચતા હતા.જ્યારે હોલસેલમાં 16 રૂપિયામાં વેચતા હતા.

Next Video