Rajkot: આજી નદીની ગંદકી પર ભાજપ નેતાએ માગી ભાજપ સત્તાધીશો પાસે સફાઈ, કોર્પોરેશનની લચર કામગીરીની ઝાટકણી કાઢી

|

May 30, 2022 | 3:58 PM

આજે તેઓ મ્યુનિસિપલ કમિશનર (RMC) અને મેયર સહિતના પદાધિકારીઓ સાથે બેઠક કરશે. તેમની માગણી છે કે ગ્રાન્ટ મંજૂર થાય ત્યાં સુધીમાં નદીના શુદ્ધિકરરણનું કામ શરૂ કરવામાં આવે.

રાજકોટમાં પ્રિમોન્સૂનની કામગીરીને (Pre-Monsoon Activity in Rajkot) લઈ ભાજપના જ ધારાસભ્યએ નારાજગી વ્યક્ત કરી છે. ગ્રાન્ટના અભાવે આજી નદીનું શુદ્ધિકરણ ન થતાં આજે તેઓ કોર્પોરેશનના સત્તાધીશો સાથે બેઠક કરવાના છે. આજે તેઓ મ્યુનિસિપલ કમિશનર અને મેયર સહિતના પદાધિકારીઓ સાથે બેઠક કરશે. તેમની માગણી છે કે ગ્રાન્ટ મંજૂર થાય ત્યાં સુધીમાં નદીના શુદ્ધિકરરણનું કામ શરૂ કરવામાં આવે. તેમણે કહ્યું કે નદીના શુદ્ધીકરણનું કામ એ હેતુસર કરીએ છીએ કે, નદીમાં આવતું ગટરનું ગંદુ પાણી રામનાથ મહાદેવ મંદિર ઉપર ન જાય તેના માટે નદી ઊંડી કરવી આવશ્યક છે. રિવરફ્રન્ટ બનાવવા માટેની પ્રક્રિયામાં સમય લાગે તેમ હોય ત્યારે હાલ આજી નદીની ગંદકી દુર કરવી જરૂરી છે.

આ ઉપરાંત તેઓએ કહ્યું કે, રાજકોટની વસ્તી વધી રહી છે. ત્યારે પાણી બચાવવું જરૂરી છે. નદીમાં કચરો અને ગંદકી હોય જમીનના તળ સુધી વરસાદી પાણી પહોચતું નથી. રસ્તાઓ પણ બધા પાકાં થયા હોય ગામના પાણીના તળ પણ ઉંડા થતા જાય છે. પ્રિ-મોન્સુનની કામગીરીને લઈને પણ ઘણા સવાલો ઉઠ્યા હતા. નદીની સફાઈ ન થવાને કારણે ચોમાસામાં સામા કાઠાંના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાશે તો જવાબદાર કોણ ? ઉલ્લેખનીય છે કે, આજી રીવરફ્રન્ટની વાતો વર્ષોથી થતી આવે છે. ત્યારે નદીની સફાઈ પણ વ્યવસ્થિત રીતે થઈ રહી નથી.

Next Video