RAJKOT : ત્રીજી લહેરની સંભવનાને પગલે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં 100 જેટલા બેડની વ્યવસ્થા કરાઈ

|

Jul 28, 2021 | 12:54 PM

Dhoraji Civil hospital : બીજી લહેરમાં ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે કુલ 70 બેડની વ્યવસ્થા હતી.જેની સંખ્યા વધારીને 100 કરવામાં આવી છે.તમામ બેડ પર ઓક્સિજનની વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ છે.

સમાચાર સાંભળો

RAJKOT :  કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈ ધોરાજી સિવિલ હોસ્પિટલ (Dhoraji Civil hospital) તંત્ર એલર્ટ બન્યું છે. ધોરાજી સિવિલ હોસ્પિટલમાં 100 જેટલા બેડની વ્યવસ્થા કરાઈ છે.હોસ્પિટલ તંત્રએ દાવો કર્યો છે કે બીજી લહેરમાં જે મુશ્કેલી પડી હતી તેવી મુશ્કેલી ત્રીજી લહેરમાં ન પડે તે માટે બેડની સંખ્યા વધારાઈ છે. બીજી લહેરમાં ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે કુલ 70 બેડની વ્યવસ્થા હતી.જેની સંખ્યા વધારીને 100 કરવામાં આવી છે.તમામ બેડ પર ઓક્સિજનની વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ છે.

ત્રીજીલહેરમાં બાળકો પર વધુ ખતરો હોવાની સંભાવનાને લઈ બે બાળરોગ નિષ્ણાંત ડોકટર્સ ધોરાજી DCHC સેન્ટરમાં સેવા આપશે.કુલ 4 MBBS ડોકટર્સ, 8 આયુષ મેડિકલ ઓફિસર, 25 જેટલો નર્સિંગ સ્ટાફ અને 4 ઓક્સિજન ઓપરેટર સેવા આપશે.ઓક્સિજનની કોઈ મુશ્કેલી ન ઉભી થાય તે માટે 9 ઓક્સિજન પ્લાન્ટ બેસાડવામાં આવ્યા છે અને 50 જેટલા જમ્બો ઓક્સિજન સિલિન્ડરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો : CHHOTA UDEPUR : બોડેલી-વડોદરા હાઇવે પર એસ.ટી. બસ અને કાર વચ્ચે અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે મૃત્યુ 

Published On - 12:51 pm, Wed, 28 July 21

Next Video