Rajkot: ફરી એક વખત પાઈનવિન્ટા હોટલની બારીમાંથી અઢી વર્ષની બાળકી નીચે પટકાઈ, ગંભીર રીતે ઈજાગ્રસ્ત

|

May 26, 2022 | 4:35 PM

ઈજાગ્રસ્ત (Rajkot News) બાળકીને સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવી છે. અગાઉ પણ આ જ હોટલની બારીમાંથી એક દોઢ વર્ષની બાળકી નીચે પટકાઈ હતી અને બાળકીનું કમકમાટી ભર્યુ મોત નીપજ્યુ હતું.

રાજકોટની (Rajkot News) પાઈનવિન્ટા નામની હોટલમાં બીજા માળેથી એક અઢી વર્ષની બાળકી નીચે પટકાઈ છે. મળતી માહીતી મુજબ આ બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. બાળકીને સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવી છે. સોની પરીવારની ઈશા નામની બાળકી હોટલની ખુલ્લી બારીમાંથી નીચે પટકાઈ છે. અગાઉ પણ આ જ હોટલની બારીમાંથી એક દોઢ વર્ષની બાળકી નીચે પટકાઈ હતી અને બાળકીનું કમકમાટી ભર્યુ મોત નીપજ્યુ હતું. બારીમાં કોઈ પણ જાતની આડશ કે ગ્રીલ જોવા મળી ન હતી. જેથી બાળકી રમતાં રમતાં નીચે પડી હતી. પરંતુ તે સમયે કોઈ કડક પગલા ન લેવાતા બીજી વખત ઘટના બનવા પામી છે.

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, નાના બાળકોનું વધારે કાળજી પુર્વક ધ્યાન રાખવુ જરૂરી

બીજી વખત આવો બનાવ બન્યો છે, જે ખૂબ ગંભીર બાબત છે. જેને ધ્યાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. નાના બાળકોના માતા-પિતા માટે પણ આ એક ચેતવણી રૂપ કિસ્સો છે. ઉલ્લેખનીય અગાઉ બનેલા કિસ્સામાં ધ્યાનમાં આવ્યુ હતું કે, બારી ચાર ફૂટની હતી અને કોઈ મોટા વ્યક્તિ માટે પણ જોખમી હતી. તેમાં સેફ્ટી માટે ગ્રીલ કે આડશ નાખવામાં આવી ન હતી. હાલ જ્યારે બીજી વખત આવી ઘટના બની છે ત્યારે પોલીસ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને કેટલી કડક કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

Next Video