RAJKOT: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં જ કર્મચારીનો દારૂની બોટલ સાથેનો ફોટો આવ્યો સામે

|

Jun 05, 2021 | 8:10 PM

RAJKOT: હાલ કોરોના મહામારીને કારણે શિક્ષણને લગતી લગભગ તમામ ગતિવિધિઓ બંધ છે અથવા તો ખુબ જ મર્યાદિત રીતે ચાલુ છે અને હાલ માસ પ્રમોશનને લઈને પણ શિક્ષણને લગતા અહેવાલો સામે આવી રહ્યા છે.

RAJKOT: હાલ કોરોના મહામારીને કારણે શિક્ષણને લગતી લગભગ તમામ ગતિવિધિઓ બંધ છે અથવા તો ખુબ જ મર્યાદિત રીતે ચાલુ છે અને હાલ માસ પ્રમોશનને લઈને પણ શિક્ષણને લગતા અહેવાલો સામે આવી રહ્યા છે. આ બધાની વચ્ચે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ ચર્ચામાં આવી છે. પરંતુ અહીં મુદ્દો કંઈક અલગ જ જોવા મળે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં જ કર્મચારીનો દારૂની બોટલ સાથેનો ફોટો સામે આવ્યો છે.

 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Sauarashtra University) કેમ્પસમાં જ પરીક્ષા વિભાગના કર્મચારીનો દારૂની બોટલ સાથેનો ફોટો સામે આવ્યો છે. આ ફોટાને લઈને કેમ્પસમાં જોરદાર ચર્ચાઓ જામી છે. કેમ્પસમાં નવી કેન્ટીન પાસેના ખુલ્લા મેદાનમાં મહેફિલ ચાલતી હોવાની શંકાઓ કરવામાં આવી રહી છે. વધુમાં અહીં કેટલીક ઈંગ્લિશ દારૂની બોટલો પણ મળી આવી છે.

 

ઉલ્લેખનીય છે કે હાલ કોરોના મહામારીને કારણે શિક્ષણને લગતી લગભગ તમામ ગતિવિધિઓ બંધ છે અથવા તો ખુબ જ મર્યાદિત રીતે ચાલુ છે અને હાલ માસ પ્રમોશનને લઈને પણ શિક્ષણને લગતા અહેવાલો સામે આવી રહ્યા છે. આ બધાની વચ્ચે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ એક કર્મચારીના લીધે આ રીતે ચર્ચામાં આવી છે.

 

આ પણ વાંચો : World Environment Day: કાલાવડના સણોસરા ગામમાં મહંતે 10 વર્ષમાં 400 થી 500 વૃક્ષો ઉગાડ્યા

Next Video