Rajkot: સરકારી અનાજની કાળાબજારી કરવાના કૌભાંડમાં આખરે નોંધાયો ગુનો, 34,100 કિલો અનાજનો જથ્થો ઝડપાયો હતો

|

Jul 04, 2022 | 10:54 AM

જકોટમાં સરકારી અનાજની કાળાબરાજી કરવાના કૌભાંડમાં આખરે પોલીસે ગુનો નોંધ્યો છે. પરસાણા સોસાયટીમાં ગોડાઉન ધરાવતા શખ્સ સામે પોલીસ કાર્યવાહી કરી છે.

Rajkot: રાજકોટમાં સરકારી અનાજની કાળાબરાજી કરવાના કૌભાંડમાં આખરે પોલીસે ગુનો નોંધ્યો છે. પરસાણા સોસાયટીમાં ગોડાઉન ધરાવતા શખ્સ સામે પોલીસ કાર્યવાહી કરી છે. અલ્તાફ ગફાર ચૌહાણ સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. તેણે કબૂલાત કરી છે કે મેંદરડાની પેઢી અને છૂટક ફેરિયા પાસેથી તે સરકારી ઘઉં અને ચોખા લેતો હતો. મહત્વનું છે કે, ગઈકાલે તેના ગોડાઉનમાંથી રૂપિયા 5 લાખની કિંમતનો 34 હજાર 100 કિલો જથ્થો ઝડપાયો હતો. બાતમીને આધારે પુરવઠા વિભાગની ટીમે પરસાણાનગરમાં આવેલી એક ગોડાઉનમાં રેડ કરી હતી. તપાસ દરમિયાન ગોડાઉનમાંથી ગરીબોને આપવામાં આપવા સરકારી ઘઉં અને ચોખાનો જથ્થો મળી આવ્યો હતો. પુરવઠા વિભાગે 8 હજાર 600 કિલો ઘઉં અને 22 હજાર 800 કિલો ચોખાનો જથ્થો જપ્ત કર્યો હતો.

પુરવઠા વિભાગની તપાસમાં ગેરકાયદેસર રીતે ચાલતી આખી ચેઈન ઝડપાઈ છે. અલ્તાફ નામના વેપારીએ રિક્ષાવાળાઓ પાસેથી અનાજ લીધું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. રીક્ષાવાળાઓ કુપન ધારકો પાસેથી અનાજ લેતા હતા. સરકાર દ્વારા કુપન ધારકોને અનાજની સહાય આપવામાં આવે છે. તે અનાજની કુપન ધારકો કાળા બજારી કરતા હતા. સરકાર દ્વારા કુપન ધારકોને વ્યક્તિદીઠ 13 રૂપિયામાં 10 કિલો અનાજ આપવામાં આવે છે. તે અનાજ કુપન ધારકો પાસેથી ફેરિયાઓ પ્રતિ કિલો 12 રૂપિયામાં વેચતા હતા. અને હોલસેલમાં 16 રૂપિયામાં વેચતા હતા. બિલખાના અલ્તાફ ચૌહાણ નામના શખ્સે પરસાણાનગરમાં ભાડેથી એક ગોડાઉન રાખ્યું હતું અને સરકારી અનાજનું કૌભાંડ ચલાવતો હતો.

Next Video