મહેસાણા-પાલનપુર વચ્ચે રેલવે બ્રીજનું લોકાર્પણ, રેલવે પ્રધાને કર્યું 5 બ્રીજનું લોકાર્પણ

|

May 13, 2022 | 8:31 PM

રેલવે વિભાગ દ્વારા મહેસાણાને અવનવા વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી છે. રેલવે રાજ્યપ્રધાન દર્શના જરદોશ (Darshana Jardosh) દ્વારા મહેસાણાથી પાલનપુર વચ્ચે વિવિધ રેલવે સેવાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

રેલવે વિભાગ (Railway Department) દ્વારા મહેસાણાને અવનવા વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી છે. રેલવે રાજ્યપ્રધાન (Minister of State for Railways) દર્શના જરદોશ (Darshana Jardosh) દ્વારા મહેસાણાથી પાલનપુર વચ્ચે વિવિધ રેલવે સેવાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેમજ મોટીદાઉ, ભાંડું અને ઊંઝા નજીક મુંબઇ-દિલ્લી રેલવે કોરિડોર ઉપર કુલ 4 નવનિર્મિત બ્રીજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. બ્રીજની સુવિધા ઉભી થવાથી લોકો માટે રેલવે મુસાફરી વધુ સરળ બનશે. જે મહેસાણાના વિકાસ માટે અનેક રીતે મદદરૂપ રહેશે. કાર્યક્રમમાં રેલવે અધિકારીઓ સહિત કેન્દ્રીય માર્ગ મકાન પ્રધાન પુરણેશ મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા.

કડી નગરપાલિકા દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવા ઝુંબેશ હાથ ધરાઈ

રાજ્યના અનેક મહાનગરો અને નગરપાલિકાઓ દ્વારા ગેરકાયદે બાંધકામ દૂર કરવાની ઝુંબેશ હાથ ધરી છે. જે અંતર્ગત મહેસાણાની કડી શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ગેરકાયદે દબાણો દૂર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર  કડી નગરપાલિકા દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં 400 થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા છે. જેના લીધે ગેરકાયદે બાંધકામ કરનારા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. આ ઉપરાંત બીજી તરફ જે વિસ્તારોમાં અડચણરૂપ દબાણ દૂર થયા છે ત્યાં લોકોમાં ખુશીનો માહોલ છે.કડી શહેરના સિવિલ કોર્ટ, પાયગા સ્કૂલ, કરણપુરા ઘુમતીયા, ચબૂતરો ચોક, ભાગ્યોદય હોસ્પિટલ, માર્કટ યાર્ડ રોડ, સહારા સહિતના અનેક વિસ્તારોમાં ગેરકાયદે  દબાણો  નગરપાલિકાએ દૂર કર્યા છે.

Next Video