Bhavnagar: ભગવાન ભરોસે ચાલી રહ્યા છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો! ક્યાંક પૂરતો સ્ટાફ, તો ક્યાંક સ્ટાફમાં અછત

|

May 17, 2022 | 4:12 PM

ભાવનગરના મહુવામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભગવાન ભરોસે ચાલી રહ્યા છે. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ, કારણે મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા PHCમાં ના તો પૂરતો સ્ટાફ છે, અને જે સ્ટાફ છે એ ગેરહાજર રહે છે.

Bhavnagar: ભાવનગરના મહુવામાં (Mahuva) પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (Primary Health Center) ભગવાન ભરોસે ચાલી રહ્યા છે. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ, કારણે મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા PHCમાં ના તો પૂરતો સ્ટાફ છે, અને જે સ્ટાફ છે એ ગેરહાજર રહે છે. તો અમુક કેન્દ્રોમાં ડોક્ટર કે નર્સની વ્યવસ્થા પણ નથી. ચોંકાવનારી વાત એ છે કે, આવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ચોથા વર્ગના કર્મચારીઓ ચલાવી રહ્યા છે.

સિહોરમાં અલગ અલગ લગ્ન પ્રસંગમાં 200 લોકોને ફૂડ પોઇઝનિંગ

ઉનાળાની કાળઝાળ ગરમીમાં લગ્ન પ્રસંગો પણ પુરજોશમાં હોવાથી ફૂડ પોઈઝનના બનાવો બની રહ્યા છે. ભાવનગરના સિહોરમાં પણ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાવા લાગી. સિહોરમાં 200થી વધુ લોકોને ફુડ પોઇઝનિંગની અસર થવાને પગલે આ તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ભાવનગરના સિંહોરમાં રવિવારે લગ્ન પ્રસંગમાં છાશ પીધા બાદ લોકોને પેટમાં દુખાવો તેમજ ઝાડા-ઉલ્ટીની અસર જોવા મળી હતી. જે પછી એક પછી એક 200 જેટલા લોકોને ફુડ પોઇઝનિંગ થયુ હોવાનું સામે આવ્યુ છે.

ભાવનગરના સિંહોરમાં રવિવારે લગભગ ત્રણ જેટલા લગ્ન પ્રસંગ હતા. સિહોરના ઘાંચીવાડ ખાતે રહેતા રફીક ભાઈ મુસાભાઇ સૈયદ, મેમણ કોલોનીમાં રહેતા રફિકભાઈ રવાણી તથા અશોકભાઈ માનસિંગભાઈ જાદવ, બીપીન ભાઈ નાનજીભાઈ ગોહેલને ત્‍યાં લગ્નપ્રસંગ હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. જેમાં જમણવાર બાદ મહેમાનોને ફૂડ પોઈઝનીંગ થતા સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા.

Next Video