Porbandar: શહેરના વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદ બાદ સમુદ્રમાં મોજા બન્યા તોફાની, જુઓ VIDEO

|

Jul 03, 2022 | 4:52 PM

પોરબંદર શહેરના વાતાવરણમાં પલટા સાથે ધોધમાર વરસાદ (Heavy rain) વરસ્યો હતો. જે બાદ સમુદ્રમાં કરંટ જોવા મળ્યો હતો. ભારે વરસાદ અને પવન પછી અરબી સમુદ્રના મોજા તોફાની બન્યા છે.

Porbandar: પોરબંદર શહેરના વાતાવરણમાં પલટા સાથે ધોધમાર વરસાદ (Heavy rain) વરસ્યો હતો. જે બાદ સમુદ્રમાં કરંટ જોવા મળ્યો હતો. ભારે વરસાદ અને પવન પછી અરબી સમુદ્રના મોજા તોફાની બન્યા છે. મહત્વનું છે કે, ઉંચા મોજા અને કરંટ સાથે પાણીનો રંગ બદલાયો છે.

રાજ્યભરમાં જામ્યો વરસાદી માહોલ

અષાઢી બિજથી જ રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં 143 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ નવસારીના વાંસદામાં સૌથી વધુ 5 ઈંચ,દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં 4.5 ઈંચ,જૂનાગઢના માણવદરમાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.તો જૂનાગઢ શહેર અને તાલુકામાં 4-4 ઈંચ, તાપીના ડોલવણ તાલુકામાં ચાર ઈંચ,નવસારીના ખેરગામમાં 4 ઈંચ,મહિસાગરના વીરપુરમાં 4 ઈંચ વરસાદ વરસ્યો.33 તાલુકામાં 2.5 ઈંચથી લઈને 4 ઈંચ વરસાદ વરસ્યો છે.સમગ્ર રાજ્યમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

આણંદના સીસ્વામાં ભારે વરસાદને પગલે તબાહી

દક્ષિણ ગુજરાતના આણંદના સીસ્વામાં ભારે વરસાદને પગલે તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.તેમજ સૌરાષ્ટ્ર પંથકમાં પણ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. ખંભાળિયાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદથી ભાડથર, ભાટેલ, કેશોદ ગામના રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. તો ગોંડલ તાલુકામાં ભારે વરસાદને પગલે લાલપુલ અંડરબ્રિજ નીચે પાણી ભરાઈ ગયા.બોટાદના રાણપુરની સુખભાદર નદી બે કાંઠે વહેવા લાગી.તો અમરેલીના ધારી પંથકના ગામડાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. જૂનાગઢ, દેવભૂમિદ્વારકા અને ગીરસોમનાથમાં પણ વરસાદ મન મૂકીને વરસ્યો. જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પણી ફરી વળ્યા. તો ગીરસોમનાથના વેરાવળ અને દેવભૂમિદ્વારકાના ભાણવડમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો.

Next Video