Vadodara : વડોદરા શહેરમાં ઓવર સ્પીડમાં (over speed) વાહન ચલાવનાર વ્યક્તિઓ અને સ્ટંટબાજો સામે કાર્યવાહી કરવા પોલીસ દ્વારા મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર અકસ્માત બાદ રાજ્યભરમાં પોલીસ એક્શનમાં આવી છે અને ઓવર સ્પીડ વાહનચાલકો પકડવા માટે ડ્રાઇવ શરૂ કરી છે.
શહેરના વિવિધ વિસ્તારમાં પોલીસ સ્પીડ ગનથી સજ્જ ઇન્ટર સેપ્ટર વેન દ્વારા નજર રાખવામાં આવી રહી છે. 30, 40 અને 50 કિમીની અલગ-અલગ વિસ્તારો માટે નક્કી કરાયેલી સ્પીડથી વધુ ગતિએ વાહન હંકારતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. પ્રતાપગંજ વિસ્તારમાં 50 કિમીથી વધુની સ્પીડે વાહન હંકારતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે. સ્પીડે વાહન હંકારતા વાહન ચાલકોને ઇ-ચલણ મારફતે દંડ કરવામાં આવી રહ્યો છે.
વડોદરા સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો