ગુજરાત યુનિવર્સિટી બહાર દબાણનો મુદ્દો, લારી-ગલ્લાના વેન્ડરોની દાદાગીરી, પોલીસ દબાણ દૂર કરાવવામાં નિષ્ફળ
કુલપતિએ કોલેજ કેમ્પસના પ્રતિનિધિઓ સાથેની બેઠક બાદ દબાણ હટાવવાનો નિર્ણય લીધો હતો. કોર્પોરેશન અને પોલીસ સાથે મળીને દબાણ હટાવવાની કામગીરી કરતા હતા. ત્યારે લારી ગલ્લાના વેન્ડરોએ જગ્યા ખાલી ન કરતાં દબાણ દૂર કરવાની કામગીરી નિષ્ફળ રહી હતી.
ગુજરાત યુનિવર્સિટી બહાર લારી ગલ્લાના દબાણનો દૂર કરવાનો મુદ્દો ગરમાયો છે. લારીઓ ઉઠાવવાનો લઇને વેન્ડરોની દાદાગીરી સામે આવી છે. લારીઓ ઉપાડતા જ તમામ વેન્ડરોએ એકત્રિત થઈને લારીઓ ઉઠાવવા ન દીધી. યુનિવર્સિટીની જગ્યા હોવા છતાં લારીઓ ઉઠાવવા દેવામાં ના આવી. દબાણ હટાવવાની કામગીરીમાં પોલીસ મૂક પ્રેક્ષક બનીને જોતી રહી.
આ પણ વાંચો ચાના ચક્કરમાં નોકરીમાંથી સસ્પેન્ડ, AMTSના કંડક્ટરે ફરજ દરમિયાન બસ ઊભી રાખી પીધી હતી ચા, જુઓ વીડિયો
ઉલ્લેખનીય છે કે, કુલપતિએ કોલેજ કેમ્પસના પ્રતિનિધિઓ સાથેની બેઠક બાદ દબાણ હટાવવાનો નિર્ણય લીધો હતો. કોર્પોરેશન અને પોલીસ સાથે મળીને દબાણ હટાવવાની કામગીરી કરતા હતા. ત્યારે લારી ગલ્લાના વેન્ડરોએ જગ્યા ખાલી ન કરતાં દબાણ દૂર કરવાની કામગીરી નિષ્ફળ રહી હતી.
