PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 મે બાદ આવશે ગુજરાતના પ્રવાસે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભાજપની પકડ મજબૂત કરવા કવાયત!

|

May 12, 2022 | 2:51 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) સતત ત્રીજી વાર ગુજરાતને પ્રવાસે (Gujarat Visit) આવી રહ્યા છે. PM મોદી 15 મે બાદ આવશે. પીએમ મોદી 15 મે બાદ ગુજરાતમાં સભાઓ ગજવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઇને ભાજપ (BJP) સજ્જ બની ગયુ છે. ભાજપે એક પછી એક ગુજરાતના દરેક વિસ્તારની વોટબેંક મજબૂત કરવાનું આયોજન પણ બનાવી લીધુ છે. ભાજપના સ્થાનિક નેતાઓ તો પ્રચાર પ્રસારના કામે લાગી જ ગયા છે. સાથે જ કેન્દ્રીય નેતાઓ અને મહાનેતાઓના ગુજરાતમાં સતત પ્રવાસ થઇ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) પણ ગુજરાતમાં એક પછી એક મુલાકાત વધારી રહ્યા છે. હવે 15 મે બાદ ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવવાના છે. આ વખતના પ્રવાસમાં વડાપ્રધાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની મુલાકાત લેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર ગુજરાતને પ્રવાસે આવી રહ્યા છે. PM મોદી 15 મે બાદ આવશે. પીએમ મોદી 15 મે બાદ ગુજરાતમાં સભાઓ ગજવશે. પીએમઓ કાર્યાલય તરફથી પીએમ મોદીના ગુજરાત પ્રવાસની  ચોક્કસ તારીખ અને કાર્યક્રમ  હજુ આપવામાં આવ્યો નથી. જો કે ગુજરાત PMO તરફથી મળતી માહિતી અનુસાર વડાપ્રધાન મોદી ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા દર મહિને ગુજરાતનો પ્રવાસ કરશે. ગુજરાતના ખુણા ખુણામાંથી ભાજપને વોટ મળી રહે તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી સતત ગુજરાતની મુલાકાત લઇને ભાજપના કાર્યકરોમાં જોશ પુરતા રહેશે. તેમજ આગળની રણનીતિ અંગેનુ માર્ગદર્શન આપતા રહેશે.

વડાપ્રધાન મોદી આ પહેલા 11 માર્ચે ગુજરાત મુલાકાતે આવ્યા હતા. જે દરમિયાન તેમણે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની શરુઆત કરાવી હતી. સાથે જ ખેલ મહાકુંભનો (Khel Mahakumbh)પ્રારંભ કરાવ્યો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પછી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા. તેઓ 18થી 20 એપ્રિલ દરમિયાન ગુજરાત પ્રવાસે હતા. ત્યારે તેમણે ગાંધીનગરમાં કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરની મુલાકાત લીધી હતી. યાત્રાના બીજા દિવસે બનાસકાંઠામાં બનાસ ડેરીના નવા સંકુલનું લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ જામનગરમાં WHOના સહયોગથી બનનાર આયુર્વેદિક કેન્દ્રનું ભૂમિપૂજન કર્યું હતું. જ્યારે સાંજે અમદાવાદમાં રોડ શો કર્યો હતો. આજે ગાંધીનગર અને દાહોદમાં કાર્યક્રમો કર્યા હતા.

Published On - 11:16 am, Sat, 7 May 22

Next Video