PM Modi Gujarat Visit : પૂર્વ નાયબ સીએમ નીતિન પટેલ મોઢેરા પહોંચ્યા, કાર્યકરો સાથે કરી બસમાં મુસાફરી

|

Oct 09, 2022 | 5:07 PM

ગુજરાતની(Gujarat) ત્રિદિવસીય મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદી(PM Modi Gujarat Visit)મહેસાણા જિલ્લાની મુલાકાતથી પોતાના પ્રવાસની શરુઆત કરશે. મહેસાણામાં(Mehsana)વડાપ્રધાનના હસ્તે રૂપિયા 3,092 કરોડના વિકાસ કામોના ખાતમુર્હુત અને લોકાર્પણ કરવામાં આવશે. પીએમ મોદી મોઢેરા પાસેના દેલવાડામાં જાહેર સભાને સંબોધિત કરશે.

ગુજરાતની (Gujarat) ત્રિદિવસીય મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદી(PM Modi Gujarat Visit)મહેસાણા જિલ્લાની મુલાકાતથી પોતાના પ્રવાસની શરુઆત કરશે. મહેસાણામાં(Mehsana)વડાપ્રધાનના હસ્તે રૂપિયા 3,092 કરોડના વિકાસ કામોના ખાતમુર્હુત અને લોકાર્પણ કરવામાં આવશે. પીએમ મોદી મોઢેરા પાસેના દેલવાડામાં જાહેર સભાને સંબોધિત કરશે. વડાપ્રધાન મોઢેરાને ભારતનું સૌપ્રથમ સોલાર પાવર્ડ વિલેજ જાહેર કરશે. આ ઉપરાંત તેઓ સાબરમતીથી જગુદણને જોડતી રેલવેલાઇનના ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે. જેના પગલે પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે(Nitin Patel)બસની સવારી કરી હતી. તેવો મહેસાણાથી મોઢેરા જવા બસમાં બેઠા હતા. નીતિન પટેલે કાર્યકર્તાઓ સાથે બસમાં બેસીની મુસાફરી હતી. તેમજ તેવો આજે સાંજે પીએમ મોદીના કાર્યક્રમમાં સામેલ થવાના છે.

મોઢેરા ભારતનું સર્વપ્રથમ સૌર ઊર્જા સંચાલિત વિલેજ

સૂર્ય મંદિરને કારણે જગવિખ્યાત એવું મોઢેરા ગામ હવે ભારતનું સર્વપ્રથમ સોલાર પાવર્ડ વિલેજ એટલે કે સૌર ઊર્જા સંચાલિત ગામ તરીકે ઓળખાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોઢેરાને ભારતનું પ્રથમ 24 x 7 રાઉન્ડ ધ ક્લોક BESS સોલર પાવર્ડ વિલેજ જાહેર કરશે. મોઢેરા ગામ ભારતનું પ્રથમ એવું ગામ હશે કે જે નેટ રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરતું હશે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત સાહસથી હાથ ધરાયેલા આ સૂર્ય ગ્રામ પ્રોજેક્ટ હેઠળ સુજાણપુરામાં 12 હેક્ટરમાં બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ આધારિત પ્લાન્ટ સ્થાપિત કરાયો છે. આ પ્રોજેક્ટ હેઠળ મોઢેરા, સમલાનપુરા અને સુજાણપુરા ગામના ઘરો પર 1 કિલોવોટની 1300થી વધુ રૂફટોપ સોલર સિસ્ટમ લગાવાઈ છે. જેથી ગ્રામજનોને ક્લીન એન્ડ ગ્રીન એનર્જી મળી રહી છે.

Published On - 4:48 pm, Sun, 9 October 22

Next Video