આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરાયો, પેટ્રોલ 103.08 અને ડિઝલ 97.35 રૂપિયે લીટર પર પહોંચ્યું

|

Apr 03, 2022 | 8:20 AM

દેશની મુખ્ય ઓઈલ કંપનીઓએ 3 એપ્રિલ માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે અને આજે ફરી એકવાર દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ પેટ્રોલના ભાવમાં 80 પૈસા અને ડીઝલના ભાવમાં 82 પૈસાનો વધારો કરાયો છે.

આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો(Petrol Diesel Price Hike) કરવામાં આવ્યો છે. દેશની મુખ્ય ઓઈલ કંપનીઓએ 3 એપ્રિલ માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે અને આજે ફરી એકવાર દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ (Ahmedabad)  પેટ્રોલના ભાવમાં 80 પૈસા અને ડીઝલના ભાવમાં 82 પૈસાનો વધારો કરાયો છે. આજે કિંમતો (Price) માં વધારા પછી રાજ્યમાં પેટ્રોલની નવીનતમ કિંમત 103.08 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 97.35 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. આમ છેલ્લા 12 દિવસમાં પેટ્રોલમાં 8 રૂપિયા અને ડીઝલના ભાવમાં 8.10 રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે 4 નવેમ્બર 2021 થી 21 માર્ચ 2022 (લગભગ સાડા ચાર મહિના) સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો કે વધારો થયો ન હતો. 22 માર્ચથી પેટ્રોલ-ડીઝલ મોંઘુ થવા લાગ્યું છે. જ્યારથી ક્રૂડતેલના ભાવ વધવા લાગ્યા છે ત્યારથી અત્યાર સુધીમાં 12મી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને પગલે કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. ગઈ કાલે રાજ્યના મોટા શહેરોમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાવવધારાના વિરોધમાં રસ્તા પર ઉતર્યા હતા. વડોદરામાં કેટલાક કાર્યકર્તાઓએ પૂતળા દહન કર્યું હતું. પોલીસે વિરોધ કરી રહેલા કાર્યકરોની અટકાયતો કરી હતી.

આ પણ વાંચોઃ અરવિંદ કેજરીવાલ અને ભગવત માન સાથેની ખાસ મુલાકાત, જુઓ 10:30 વાગ્યે TV9 ગુજરાતી ચેનલ પર…

આ પણ વાંચોઃ Vadodara: છાણી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની દાદાગીરી, 14 વર્ષીય બાળકને બેહરમીપૂર્વક થપ્પડ, લાતોથી માર માર્યો

Next Video