Patan: રાધનપુરમાં રાપરીયા હનુમાન મંદિરે બેઠક દરમિયાન થઈ મારામારી, કારોબારીની ચર્ચા દરમિયાન પ્રમુખના માણસોએ કર્યો હુમલો

|

May 30, 2022 | 4:09 PM

રાધનપુરમાં રાપરીયા હનુમાન મંદિરે બેઠક દરમિયાન મારામારી થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. બે પક્ષના લોકો વચ્ચે તકરાર સર્જાતા સામસામે મારામારી સર્જાઈ હતી.

Patan: રાધનપુરમાં રાપરીયા હનુમાન મંદિરે બેઠક દરમિયાન મારામારી થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. બે પક્ષના લોકો વચ્ચે તકરાર સર્જાતા સામસામે મારામારી સર્જાઈ હતી. કારોબારીની ચર્ચા દરમિયાન પ્રમુખના માણસોએ હુમલો કર્યો હતો. બેઠકમાં ચર્ચા દરમિયાન ઝઘડો થતા બંને પક્ષે સામસામે મારામારી થઈ હતી. મહત્વનું છે કે, હુમલામાં એક વ્યક્તિ ગંભિર ઘાયલ થતા સારવારમાં ખસેડાયો હતો.

આશરે 4 લાખનું સબસીડીયુક્ત ખાતર પક્ડયું

પાટણના હારીજમાં ખાનગી ગોડાઉનમાંથી સબસીડીયુક્ત ખાતર કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે 4 લાખ 79 હજારની કિંમતનો ખાતરનો જથ્થો ભરેલો ટ્રક પકડી પાડ્યો છે. પોલીસે ટ્રકમાંથી ખાતરની 1,799 ખાતર થેલીઓ જપ્ત કરી છે. મીઠાની થેલીમાં ખાતરને ભરી બહાર વેંચી મારવાનું કૌભાંડ ચાલતું હતું. પોલીસે ટ્રકમાંથી કૃભકો અને ઈફ્કો કંપનીની ખાતરની થેલીનો જથ્થો ઝડપીને સીઝ કર્યો હતો. મહત્વનું છે કે, સરકાર દ્વારા ખેડૂતોને સબસીડી યુક્ત ખાતર આપવામાં આવે છે જેની કિંમત કિલો દીઠ માત્ર 6થી 7 રૂપિયા હોય છે. જ્યારે એ જ ખાતર સરકાર દ્વારા ઔધોગિક વપરાશમાં કિંમત રૂ.50 થી 60માં વેંચવામાં આવે છે. જેમાં સબસીડી યુક્ત ખાતર લાયસન્સ ધારક ડીલરોને અને ખેડૂતોને વેચાણ માટે આપવામાં આવે છે. જેમાં તગડો નફો કમાઈ લેવા થેલીઓ બદલાવી આસાનીથી હેરાફેરી કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.

Published On - 4:09 pm, Mon, 30 May 22

Next Video