Panchmahal: ગોધરા તાલુકાના કેટલાક ગામોમાં જોવા મળ્યાં રહસ્યમ ડ્રોન, રાત્રે ડ્રોન ઉડતા દેખાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો

|

Jul 03, 2022 | 5:59 PM

પંચમહાલના ગોધરા તાલુકાના કેટલાક ગામમાં રાત્રે રહસ્યમય ડ્રોન જોવા મળ્યાં હતા. ગોધરા તાલુકાના કાંકણપૂર, ગોઠડા, ટીંબાના મુવાડા ગામના આકાશમાં ડ્રોન દેખાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.

Panchmahal: પંચમહાલના ગોધરા તાલુકાના કેટલાક ગામમાં રાત્રે રહસ્યમય ડ્રોન જોવા મળ્યાં હતા. ગોધરા તાલુકાના કાંકણપૂર, ગોઠડા, ટીંબાના મુવાડા ગામના આકાશમાં ડ્રોન દેખાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. રાત્રે તૂટી પડેલા એક ડ્રોનની તપાસ હાથ ધરવામાં આવી છે. આ વિસ્તારમાં ક્વોરીઓ આવેલી છે. જેથી ક્વોરી માલિકો દ્વારા ડ્રોન ઉડાવવામાં આવતા હોવાની પણ આશંકા છે. મધરાતે કેટલાક ડ્રોન એકસાથે ઉડતા દેખાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગોધરાના હમીરપુર ગામમાં ડુબી જીંદગી

ચોમાસાની શરુઆતમાં જ સારા વરસાદથી ગુજરાતમાં નદી-નાળાઓ છલકાવા લાગ્યા છે. જો કે આ સાથે જ તળાવ અને નદીમાં ડુબીને મોત થતા હોય તેવી ઘટનાઓ પણ સામે આવી રહી છે. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના હમીરપુર ગામમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. હમીરપુર ગામમાંના ઢોર ચરાવવા ગયેલી એક મહિલાનું તળાવમાં ડુબી જવાથી મોત થયુ છે. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.

પંચમહાલ જિલ્લામાં પશુ ચરાવવા ગયેલી મહિલાનું તળાવમાં ડૂબી જવાથી મોત થયુ છે. ગોધરા તાલુકાના હમીરપુર ગામે 40 વર્ષીય કૈલાશબેન બારીયા પશુપાલન કરે છે. તે પોતાના પશુઓને ચરાવવા માટે નીકળ્યા હતા. જે પછી તેમના પશુઓ તળાવના પાણીમાં ઉતર્યા હતા. તળાવના પાણીમાંથી પશુઓને બહાર કાઢતા સમયે કૈલાશબેનનો પગ લપસી ગયો હતો. જે પછી કૈલાશબેન તળાવના પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. તળાવના પાણીમાં ડુબી જવાથી મહિલાનું મોત થયુ છે.

Next Video