Panchmahal: બિલકિસ બાનું કેસના આરોપી એવા 11 કેદીઓને મુક્ત કરાયા, રણધીકપુર ખાતે ગેંગ રેપ, હત્યા તેમજ રાયોટિંગના ગુનામાં થઈ હતી સજા

|

Aug 15, 2022 | 6:43 PM

બિલકિસ બાનું કેસના આરોપી એવા 11 કેદીઓને મુક્ત કરવામાં આવ્યા છે. આજીવન કેદની સજા પામેલા આ કેદીઓએ 18 વર્ષ જેલમાં રહીને સજા માફી માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

Panchmahal: બિલકિસ બાનું કેસના (bilkis bano case) આરોપી એવા 11 કેદીઓને મુક્ત કરવામાં આવ્યા છે. આજીવન કેદની સજા પામેલા આ કેદીઓએ 18 વર્ષ જેલમાં રહીને સજા માફી માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેના અનુસંધાને સુપ્રીમ કોર્ટે કેદીઓને સજા માફીનો નિર્ણય રાજ્ય સરકારને લેવા આદેશ કર્યો હતો. જેના પગલે રાજ્ય સરકારે આ કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય કર્યો હતો. ગોધરા કાંડ બાદ ફાટી નિકળેલા તોફાનો સંદર્ભે કેદીઓને CBIની સ્પિશિયલ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. દાહોદના રણધીકપુરમાં ગેંગરેપ, હત્યા અને રાયોટિંગના ગુનામાં આરોપી સજા થઈ હતી.

એસ.ટી.એ 6 જણાને મારી જોરદાર ટક્કર

ગોધરામાં એક એસટી બસ ચાલકે અકસ્માત સર્જયો હતો. મુસાફરો ગોધરા શહેરના વડોદરા રોડ પર બસની રાહ જોઈને ઉભા હતા. તે સમયે મુસાફરો સામેથી આવતી એસટીમાં ચઢવા માટે ઊભા હતા. તે સમયે ડ્રાઇવરે બસ રોકવાનો પ્રયત્ન કરતા બે નાના બાળક સહિતના 6 મુસાફરોને અડફેટે લીધા હતા અને મુસાફરો એસટીની ટક્કરથી ફંગોળાઇને પડ્યા હતા.

Next Video