Bhavnagar: પાલિતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ

|

Sep 14, 2022 | 7:42 PM

પાલિતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. પાલિતાણાના સોનપરી, સેંજલિયા, આકોલાળી, જાળીયામાં વરસાદ નોંધાયો હતો.

Bhavnagar: જિલ્લાના પાલિતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. પાલિતાણાના સોનપરી, સેંજલિયા, આકોલાળી, જાળીયામાં વરસાદ નોંધાયો હતો. ત્યારે બીજી તરફ લોચડા, કુંભણ, ખાખરીયા, મોખડકા, માલપરા, જસપરા સહિતના ગામોમાં પણ વરસાદ ખાબક્યો હતો. પાલિતાણા પંથકમાં વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

રાજ્યના 181 તાલુકામાં વરસ્યો વરસાદ

ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે અને વિવિધ જિલ્લામાં નોંધપાત્ર વરસાદ થઈ રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 181 તાલુકામાં વરસાદ થયો છે અને તેમાં સૌથી વધુ ગીર સોમનાથના સૂત્રાપાડામાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભરૂચના હાંસોટમાં 4 ઈંચ વરસાદ નોંધાયો હતો તો નેત્રંગમાં 3.5 ઈંચ, વેરાવળમાં 3 ઈંચ વરસાદ દ્વારકામાં 2.75 ઈંચ, ખંભાળિયામાં 2.50 ઈંચ વરસાદ, કચ્છના અબડાસામાં 2.5 ઈંચ, નર્મદાના સાગબારામાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો હતો.

કચ્છમાં નોંધાયો છે સૌથી વધુ વરસાદ

ગુજરાતમાં જો ઝોન પ્રમાણે વરસાદ નોંધવામાં આવે તો અત્યાર સુધીમાં વરસાદની દ્રષ્ટિએ કચ્છ સૌથી ઉપર છે અને મધ્ય ઝોનને બાદ કરતા તમામ ઝોનમાં સિઝનનો નોંધાપાત્ર વરસાદ થઈ ચૂક્યો છે.

Next Video