GANDHINAGAR : પેપરલીક કેસમાં મોટા સમાચાર, પ્રિન્ટીંગ પ્રેસના માલિક મુદ્રેશ પુરોહિતની અટકાયત

|

Dec 21, 2021 | 9:04 PM

Paper Leak Case : સાણંદની જે પ્રિન્ટીંગ પ્રેસમાંથી પેપર લીક થયું હતું તેના માલિક મુદ્રેશ પુરોહિતની અટકાયત કરવામાં આવી છે.

GANDHINAGAR : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલ હેડક્લાર્કની પરીક્ષાના પેપર લીક થવાના મામલે પોલીસ એક બાદ એક ધરપકડ અને અટકાયત કરી રહી છે. આવામાં આ અંગે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. સાણંદની જે પ્રિન્ટીંગ પ્રેસમાંથી પેપર લીક થયું હતું તેના માલિક મુદ્રેશ પુરોહિતની અટકાયત કરવામાં આવી છે. ગાંધીનગર પોલીસે મુદ્રેશ પુરોહિતની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.

ગૌણ સેવા પસંદગી મંડળના હેડ ક્લાર્ક પેપર લીક કેસમાં તપાસનો ધમધમાટ તેજ થયો છે. હેડ ક્લાર્કનું લીક થયેલું પેપર છપાયું તે પ્રિન્ટિંગ પ્રેસના માલિક મુદ્રેશ પુરોહિતની અટકાયત કરવામાં આવી છે.ગાંધીનગર પોલીસે મુદ્રેશ પુરોહિતની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે પેપર લીક કાંડમાં પ્રિન્ટિંગ પ્રેસની ભૂમિકા સામે આક્ષેપો કર્યા છે.આ પેપર પ્રિન્ટિંગ પ્રેસમાંથી જ લીક થયાની શંકાને ધ્યાને રાખી પોલીસે માલિક મુદ્રેશ પુરોહિતની તપાસ હાથ ધરી છે.

Published On - 8:57 pm, Tue, 21 December 21

Next Video