Kutch: મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયેલા 3 હજાર કિલો ડ્રગ્સ કેસના બે મુખ્ય આરોપીની ધરપકડ, બંને આરોપી દિલ્હીના મોટા બિઝનેસમેન, જાણો કોણ છે આરોપી

|

Aug 26, 2022 | 12:34 PM

વર્ષ 2021ના સપ્ટેમ્બર મહિનામાં મુદ્રા પોર્ટ (Mudra port) પર DRI દ્વારા ત્રણ હજાર કિલો ડ્રગ્ઝથી ભરેલું ટેન્કર ઝડપી લેવામાં આવ્યું હતું. અફઘાનિસ્તાનથી (Afghanistan) ટેલકમ પાઉડરની આડમાં ડ્રગ્ઝ મુન્દ્રા પોર્ટ પર મગાવવા આવતું હતું.

ગુજરાતના મુન્દ્રા પોર્ટ (Mundra Port) પરથી ગત વર્ષે ઝડપાયેલા 3 હજાર કિલો ડ્રગ્સના (drugs) કેસમાં NIAએ મોટી કાર્યવાહી કરી છે. NIAએ દિલ્હીના બિઝનેસમેન કબીર તલવાર, પ્રિન્સ શર્માની ધરપકડ કરી છે. કબીર તલવાર દિલ્હી  અને દુબઈમાં બાર અને રેસ્ટોરન્ટ ચલાવતો હતો. અંદાજે 21 હજાર કરોડના અફઘાનિસ્તાનથી (Afghanistan) ભારત આવેલા ડ્રગ્સના મોટા જથ્થામાં કબીર, પ્રિન્સ મુખ્ય આરોપી છે. ત્યારે હવે આ બંને આરોપીની પુછપરછમાં મોટા ખુલાસા થવાની સંભાવના છે.

શું છે ત્રણ હજાર કિલો ડ્રગ્સનો કેસ?

વર્ષ 2021ના સપ્ટેમ્બર મહિનામાં મુદ્રા પોર્ટ પર DRI દ્વારા ત્રણ હજાર કિલો ડ્રગ્ઝથી ભરેલું ટેન્કર ઝડપી લેવામાં આવ્યું હતું. અફઘાનિસ્તાનથી ટેલકમ પાઉડરની આડમાં ડ્રગ્ઝ મુન્દ્રા પોર્ટ પર મગાવવા આવતું હતું. વિજયવાડાની આશી ટ્રેડીંગ કંપની દ્વારા ડ્રગ્ઝ લાવવામાં આવતું હતું. આ કેસમાં શરુઆતમાં કુલ 16 આરોપીઓનની ધરપકડ કરી લેવામાં આવી હતી અને 9 જેટલા આરોપીઓને શરૂઆતમાં ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા. જેની વધુ તપાસ બાદ NIA દ્વારા ભાગેડુ 9 આરોપીઓને પણ ઝડપી લઇને NIAની સ્પેશિયલ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જે પછી વિશેષ અદાલતે તમામ આરોપીને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલવા હુક્મ કર્યો હતો.

મુખ્ય આરોપીઓ ઝડપાયા

હવે સમગ્ર ડ્રગ્સ કૌભાંડના મુખ્ય બે આરોપીને દિલ્હીથી ઝડપી લેવામાં આવ્યા છે. દિલ્હીના બિઝનેસમેન કબીર તલવાર, પ્રિન્સ શર્માનો ડ્રગ્સના કારોબારમાં મોટો હાથ છે. આ ડ્રગ્સનો જથ્થો રિફાઈન્ડ કર્યા બાદ દિલ્લી, હરિયાણા, પંજાબ, યુપીના અલગ શહેરોમાં મોકલવાનો હતો. NIAને બંને આરોપીઓની પૂછપરછમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટ અંગે મહત્વની જાણકારી મળે તેવી શક્યતા છે. આ ઉપરાંત ડ્રગ્સના વેચાણ અને મની લોન્ડરિંગ સાથે જોડાયેલા કેટલાક મોટા માથાની પણ ઓળખ થઈ શકે છે.

Next Video