નવસારીમાં ધારાસભ્ય R C પટેલનો દબંગ અંદાજ આવ્યો સામે, તળાવની કામગીરીને લઇ કોન્ટ્રાકટર અને અધિકારીને તતડાવ્યા

|

Mar 13, 2024 | 9:36 PM

નવસારીમાં જલાલપોરના ધારાસભ્ય આર. સી. પટેલનો દબંગ અંદાજ ફરી એક વાર સામે આવ્યો છે. પોતાના મત વિસ્તારમાં યોગ્ય કામગીરી નહીં થવાને કારણે અધિકારીઓને ખખડાવ્યા છે. 

નવસારી આને વિજલપોર પાલિકાના એકત્રીકરણ બાદ શહેરના વિકાસ માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે. પરંતુ આ વચ્ચે વિજલપોરનો વિકાસ રૂંધાયો હોવાના આક્ષેપો થયા છે. ધારાસભ્ય આર સી પટેલનો આ બાબતને લઈ દબંગ અંદાજ સામે આવ્યો છે.

વિજલપોરના ડોલી તળાવના ખાતમુર્હુતમાં ધારાસભ્યનો દબંગ અંદાજ દેખાડ્ય.  નવસારી વિજલપોર પાલિકામાં વિજલપોરને અન્યાય થતો હોવાનો રોષ તેમણે પોતાની વાતમાં વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, શહેરમાં સ્વચ્છતા અભિયાન ઘણું ચલાવ્યું, પણ અહીં સ્વચ્છતા દેખાતી નથી. તળાવના કામમાં વેઠ ન ઉતરે એ માટે કોન્ટ્રાકટર અને અધિકારીને પણ તતડાવ્યા હતા.

કોન્ટ્રાકટરને કામ ત્વરિત શરૂ કરવા સૂચના પણ આપી હતી. અધિકારીને બોલાવી તળાવના કામમાં કોઈને પણ ટકાવારી ન આપવા  ચેતવણી આપી. ધારાસભ્ય આર. સી. પટેલે કહ્યું – “મહા મહેનતે તળાવ માટે ચાર કરોડ રૂપિયા લાવ્યા છે. કોઈ ટકાવારી માંગે તો મને ફોન કરાવજે. 4 કરોડ રૂપિયા લોકોને આપવા નથી લાવ્યા. જો કોઈને રૂપિયા આપ્યા તો હું તારી ચામડી …. નાંખા. ”  દબંગ ધારાસભ્યની વાતે સરકારી કામોમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાની શહેરમાં ચર્ચા ઉઠી છે.

(ઈનપુટ ક્રેડિટ – નીલેશ ગામીત)

Published On - 9:35 pm, Wed, 13 March 24

Next Video