બે કાંઠે વહેતી નર્મદાએ નયનરમ્ય સ્વરૂપ ધારણ કર્યુ, જુઓ ડ્રોનની નજરે રેવાનો ધસમસતો પ્રવાહ

|

Aug 18, 2022 | 7:58 AM

વહીવટીતંત્ર એલર્ટ છે. ડેમમાંથી 5.45 લાખ ક્યુસેક પાણી ડાઉન સ્ટ્રિમમાં છોડવામાં આવી રહ્યું છે. નર્મદાનો તેજ પ્રવાહ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે સાથે નર્મદાના આ સ્વરૂપને ખમૈયા કરવા પણ લોકો પ્રાર્થના કરી રહ્યા છે. 

ભરૂચ(Bharuch) નજીક નર્મદા બે કાંઠે વહી રહી છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ૫.૪૫ લાખ ક્યુસેક પાણી ડાઉન સ્ટ્રિમમાં છોડવાના કારણે ભરૂચ નજીક નર્મદાના જળસ્તરમાં વધારો થયો છે. નદી ગોલ્ડન બ્રિજ નજીક ભયજનક સપાટીને ઓળંગી ગઈ છે. રેવાના રૌદ્ર સ્વરૂપના કારણે જિલ્લામાં 800 લોકોનું સ્થળાંતર કરવાની તંત્રને ફરજ પડી છે. એક તરફ પૂરના સંકટના કારણે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ હતી તો બીજી તરફ નર્મદ પહેલીવાર બે કાંઠે બહેતા નયનરમ્ય દ્રશ્યો પણ સર્જાયા હતા. આકાશી દ્રશ્યોમાં ભરૂચ નજીક જાણે અત્ર – તંત્ર – સર્વત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે.

લોકમાતા નર્મદાના આકાશી નજારાને જોતા  અદભુત સ્વરૂપ નજરે પડી રહ્યું છે. જુના નેશનલ હાઇવે ઉપર નર્મદા મૈયા બ્રિજ , ગોલ્ડન બ્રિજ અને રેલવેના સિલ્વર બ્રિજ એકબીજાનો સંગાથ કરી નર્મદાના ક્રોધનો સામનો કરી અડીખમ ઉભા છે  જયારે ડેમના નિર્માણ બાદ ઓછા પ્રવાહનો સામનો કરતી નર્મદા હાલ બે કાંઠા  ઓળંગી દૂર દૂર સુધી વિશાળ પટમાં વહેતી નજરે પડી રહી છે. ભરૂચ નજીક નર્મદા ભયજનક સપાટીથી 2 ફુટ ઉપર વહીઓ રહી છે. સંતરા જળબંબાકાર નજરે પડી રહ્યું છે.

વહીવટીતંત્ર એલર્ટ છે. ડેમમાંથી 5.45 લાખ ક્યુસેક પાણી ડાઉન સ્ટ્રિમમાં છોડવામાં આવી રહ્યું છે. નર્મદાનો તેજ પ્રવાહ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે સાથે નર્મદાના આ સ્વરૂપને ખમૈયા કરવા પણ લોકો પ્રાર્થના કરી રહ્યા છે.  છેલ્લા 12 કલાકથી સ્થિર છે પરંતુ જો સપાટીથી હજુ વધારો થાય તો ગ્રામ્ય વિસ્તારમાં નુકસાનનો ભય સતાવી રહ્યો છે.

Published On - 7:47 am, Thu, 18 August 22

Next Video