Kutch: મુન્દ્રામાં નર્મદાની લાઈનમાં થયું ભંગાણ, લાઈન લીકેજ થતા હજારો લીટર પાણી વેડફાયું

|

May 25, 2022 | 6:36 PM

મુન્દ્રામાં નર્મદાની લાઈનમાં ભંગાણ પડ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. મોટા કપાયા નજીક લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. લાઈન લીકેજ થતા હજારો લીટર પાણી વેડફાયું હતું.

Kutch: રાજ્યમાં કાળઝાળ ગરમી વરસી રહી છે ત્યારે  મુન્દ્રામાં નર્મદાની લાઈનમાં ભંગાણ પડ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. મોટા કપાયા નજીક લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. લાઈન લીકેજ થતા હજારો લીટર પાણી વેડફાયું હતું.

હરામીનાળામાંથી વધુ એક પાકિસ્તાની બોટ ઝડપાઈ

હરામીનાળામાંથી વધુ એક બોટ ઝડપાઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ વિસ્તારમાંથી બિનવારસી પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. BSFએ પેટ્રોલિંગ દરમિયાન આ બોટ ઝડપી પાડી હતી. મહત્વનું છે કે, બોટમા સવાર ઘુષણખોર હાલ ફરાર છે. હાલ BSFએ બોટનો કબજો મેળવી તપાસ હાથ ધરી છે. બીજી તરફ કચ્છ જિલ્લામાંથી (Kutch) ફરી એકવાર બિનવારસી ચરસના પેકેટ મળી આવ્યા છે. BSFને જખૌ નજીકથી આ ચરસના 4 પેકેટ મળી આવ્યા છે. મહત્વનું છે કે, અગાઉ પણ અનેક વખત ચરસના પેકેટ મળી આવ્યા છે. હાલ આ મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. મહત્વનું છે કે, દરિયામાંથી લગભગ છેલ્લા બે વર્ષથી બિનવારસી ચરસના પેકેટ મળી રહ્યા છે.

ગુજરાતમાં છૂટો છવાયો પડી શકે છે વરસાદ

કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો અને હળવો વરસાદ પડી શકે છે. જયારે આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. રાજસ્થાન પર સર્જાયેલી સિસ્ટમ હજી પણ સક્રિય છે. રાજ્યભરમાં વાતાવરણ સૂકું રહેશે બે દિવસ બાદ ગુજરાતમાં ફરી ગરમી વધવાની શકયતા છે. જયાં તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે.

Published On - 6:35 pm, Wed, 25 May 22

Next Video