મધર્સ ડેઃ હર્ષ સંઘવીએ કહ્યું તમામ માતાઓ મને પોતાનો દીકરો જ સમજે

|

May 08, 2022 | 5:22 PM

હર્ષ સંઘવીએ મધર્સ ડે અંગે મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું હતું કે, માતાને વૃદ્ધાશ્રમમાં મોકલતાં બાળકોને આજે ખરેખર શરમ આવવી જોઈએ.

મધર-ડે (Mother’s Day) ના દિવસે સુરત (Surat) માં ગંગાસ્વરૂપ બહેનોને અનાજના કીટનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી (Home Minister Harsh Sanghvi) ભાવૂક થઇ ગયા હતા. સુરતમાં એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગંગાસ્વરૂપ બહેનોને અનાજના કીટનું વિતરણ કરવામાં આવ્યું હતુ. એટલું જ નહિં આ કાર્યક્રમમાં ભાવૂક થઇને તેણે કહ્યુ કે, વૃદ્ધાશ્રમમાં જ્યારે કોઇ માતાને તેઓ જૂએ છે, તો તેમને દુ:ખ થાય છે. એટલું જ નહિં તેમણે એમ પણ કહ્યુ કે, તમામ માતાઓ મને પોતાનો દીકરો જ સમજે.

હર્ષ સંઘવીએ મધર્સ ડે અંગે મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું હતું કે, માતાને વૃદ્ધાશ્રમમાં મોકલતાં બાળકોને આજે ખરેખર શરમ આવવી જોઈએ. હર્ષ સંઘવીએ ભાર પૂર્વક દરેક માતાઓને જણાવ્યું હતું કે, તમામ માતાઓ મને પોતાનો દીકરો સમજે. સુરત શહેર તો દયાવાનોનું શહેર છે. પરંતુ આજે વૃદ્ધા આશ્રમમાં સુરતની માતાઓ રહેતી હોય એ શરમની વાત છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે તમામ માતાઓ મને પોતાનો દીકરો જ સમજે.

આજે મધર્સ ડે અંગે રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવીએ એક નિવેદન આપ્યું છે. હર્ષ સંધવીએ ટ્વીટર પર ટ્વીટ કરીને તમામ માતાઓને શુભેચ્છા પાઠવી હતી. આજે હર્ષ સંઘવી અલથાણ ખાતે વિધવા વૃદ્ધ માતાઓને મળ્યા હતા અને 400 ગંગા સ્વરૂપ માતાઓને અનાજની કીટનું વિતરણ પણ કર્યું. આ પ્રસંગે હર્ષ સંઘવીએ એક નિવેદન આપીને તમામ માતાઓનું દિલ જીતી લીધું હતું.

Next Video