Monsoon 2022: છોટા ઉદેપુરના બોડેલીમાં સૌથી વધુ 22 ઇંચ વરસાદ, રાજ્યના 12 તાલુકાઓમાં 8 ઇંચથી વધુ વરસાદ

|

Jul 11, 2022 | 4:39 PM

છોટા ઉદેપુરના (Chhota Udepur) બોડેલીમાં સૌથી વધુ 22 ઇંચ વરસાદ તથા રાજ્યના 12 તાલુકાઓમાં 8 ઇંચથી વધુ વરસાદ સહિત રાજ્યના 69 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ 36 ટકાથી વધુ વરસાદ (Rain) વરસ્યો છે. છોટા ઉદેપુરના (Chhota Udepur) બોડેલીમાં સૌથી વધુ 22 ઇંચ વરસાદ તથા રાજ્યના 12 તાલુકાઓમાં 8 ઇંચથી વધુ વરસાદ સહિત રાજ્યના 69 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (State Emergency Operations Center) દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે 11 જુલાઇ 2022ના રોજ સવારે 6 કલાક સુધીમાં 24 કલાક દરમિયાન કચ્છ ઝોનમાં સૌથી વધુ 65.45 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 41.79 ટકા, સૌરાષ્ટ્રમાં 39.43 ટકા, પૂર્વ ગુજરાતમાં 30.07 ટકા અને ઉત્તર ગુજરાતમાં 20.44 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં સરેરાશ 36 ટકાથી વધુ વરસાદ

ક્વાંટ તાલુકામાં 432 મિ.મી., જાંબુઘોડામાં 426 મિ.મી., જેતપુર પાવીમાં 403 મિ.મી., છોટાઉદેપુરમાં 330 મિ.મી., વઘઈમાં 288 મિ.મી., આહવામાં 275 મિ.મી., ધરમપુરમાં 225 મિ.મી., અમદાવાદ શહેરમાં 219 મિ.મી., સુબીરમાં 211 મિ.મી., વાંસદામાં 209 મિ.મી., કપરાડામાં 204 મિ.મી., સાગબારામાં 197 મિ.મી., સંખેડામાં 188 મિ.મી., ડેડીયાપાડામાં 187 મિ.મી., ડોલવણમાં 180 મિ.મી., ઘોઘંબામાં 158 મિ.મી., નડિયાદમાં 143 મિ.મી., ગોધરામાં 137 મિ.મી., સોજીત્રામાં 136 મિ.મી., મહેમદાવાદ અને નસવાડીમાં 135 મિ.મી., તિલકવાડા અને હાલોલમાં 130 મિ.મી., ઉમરપાડામાં 129 મિ.મી., ખેરગામમાં 123 મિ.મી., મોરબીમાં 121 મિ.મી., માતરમાં 118 મિ.મી., ગરુડેશ્વરમાં 113 મિ.મી., વસોમાં 106 મિ.મી. એમ કુલ 30 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

રાજ્યના 69 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ

ડભોઇમાં 99 મિ.મી., ખેડામાં 97 મિ.મી., ધોલેરામાં 95 મિ.મી., આણંદમાં તથા શહેરામાં 92 મિ.મી., મુન્દ્રા અને અબડાસામાં 89 મિ.મી., ગણદેવીમાં 85 મિ.મી., ખંભાતમાં 84 મિ.મી., વાઘોડિયામાં 82 મિ.મી., પેટલાદમાં 81 મિ.મી., મહુવામાં 80 મિ.મી., નવસારીમાં 79 મિ.મી., ચીખલી, વલસાડ અને કઠલાલમાં 78 મિ.મી., નાંદોદમાં 77 મિ.મી., તારાપુર, વાલોદ અને દાહોદમાં 73 મિ.મી., દહેગામમાં 71 મિ.મી., કુકરમુંડામાં 70 મિ.મી., પારડીમાં 67 મિ.મી., કાલોલમાં 65 મિ.મી., સાણંદમાં 64 મિ.મી., વાપી તથા કડીમાં 62 મિ.મી., પાદરા, દસકોઈ અને સોનગઢમાં 60 મિ.મી., જલાલપોરમાં 59 મિ.મી., કચ્છ-માંડવી અને વ્યારામાં 58 મિ.મી., નખત્રાણામાં 56 મિ.મી., કલોલમાં તથા લુણાવાડામાં 55 મિ.મી., નિઝરમાં 54 મિ.મી., માંગરોળ અને વડોદરામાં 52 મિ.મી. એમ કુલ 39 તાલુકાઓમાં બે થી ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 149 જેટલા તાલુકાઓમાં બે ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

Next Video