‘સાહેબોને ગુજરાત સરકારમાં વ્યવહાર આપવો પડશે’: વીમો પાસ કરાવવા સહકારી મંડળીના મંત્રીએ માંગી લાંચ, જાણો પછી શું થયું

|

Dec 27, 2021 | 8:18 AM

વીમો સરકારમાંથી મંજૂર કરાવવા મંત્રીએ લાંચ માગી હતી. આરોપી મંત્રીએ ફરિયાદીને કહ્યું હતું કે, સંઘના સાહેબોને ગુજરાત સરકારમાં વ્યવહાર આપવો પડશે.

Mehsana: મહેસાણાના રામપુરા કૂકસમાં (Rampura Kukas) દૂધ ઉત્પાદક સહકારી મંડળી મંત્રી લાંચ લેતા ઝડપાયા. નારણ ચૌધરી (Naran chaudhary) નામના લાંચિયા મંત્રી 4 હજારની લાંચ (Bribe) લેતા રંગેહાથ ઝડપાયા હતા. રામપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી મંત્રીની ઓફિસમાં ACB એ ટ્રેપ ગોઠવી હતી. ફરિયાદીના પિતા આ દૂધ મંડળીના સભાસદ હતા. જેમનું ત્રણ માસ અગાઉ અવસાન થયું છે. જેઓને મળવાપાત્ર 35 હજારનો વીમો સરકારમાંથી મંજૂર કરાવવા મંત્રીએ લાંચ માગી હતી.

મળેલી માહિતી પ્રમાણે આરોપી મંત્રીએ ફરિયાદીને કહ્યું હતું કે, સંઘના સાહેબોને ગુજરાત સરકારમાં વ્યવહાર આપવો પડશે. આ કેસમાં ACB એ લાંચિયા મંત્રીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. તેમજ આ અંગે આગળ પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી છે.

 

આ પણ વાંચો: Bhavnagar: ક્યારે પૂરું થશે કામ? ગોકળગાયની ગતિથી ચાલી રહેલા સિક્સ લેનના કામનો કોંગ્રેસે કર્યો અનોખો વિરોધ

આ પણ વાંચો: Rajkot: વિદ્યાર્થીઓના કોરોના સંક્રમણમાં વધારો, કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓની ઉત્તરાખંડની ટ્રાવેલ હિસ્ટ્રી

Next Video