2017 માં આઝાદી કૂચની રેલી કેસમાં મહેસાણા કોર્ટે જીગ્નેશ મેવાણી અને રેશમા પટેલને ત્રણ મહિના જેલની સજા
2017 માં આઝાદી કૂચની રેલી સંદર્ભે સરકારશ્રી દ્વારા મહેસાણા A ડિવિઝનમાં દાખલ કરેલ ફરીયાદમાં મહેસાણા કોર્ટે MLA જીગ્નેશ મેવાણી, NCP નેતા રેશ્મા પટેલ સહિત તમામ 12 આરોપીને કોર્ટ દ્વારા 3 મહિના જેલ અને 1000 રુપીયા દંડની સજા ફટકારવામાં આવી.
2017 માં આઝાદી કૂચની રેલી સંદર્ભે સરકારશ્રી દ્વારા મહેસાણા (Mehsana) A ડિવિઝનમાં દાખલ કરેલ ફરીયાદમાં મહેસાણા કોર્ટે (court) MLA જીગ્નેશ મેવાણી (Jignesh Mevani), NCP નેતા રેશ્મા પટેલ (Reshma Patel) સહિત તમામ 12 આરોપીને કોર્ટ દ્વારા 3 મહિના જેલ અને 1000 રુપીયા દંડની સજા ફટકારવામાં આવી. આ મામલે NCP નેતા રેશ્મા પટેલે જણાવ્યું કે અમે કોર્ટના હુકમનું સન્માન કરીએ છીએ પરંતું બીજેપીના રાજમાં જનતા માટે ન્યાય માંગવો પણ ગુનો છે, બીજેપી કાયદાનો ખોટો ડર બતાવી અમારો અવાજ દબાવી નહી શકે. અમે જનતાને ન્યાય માટે હંમેશા લડતા રહીશું.
ઉનાકાંડની વરસી નિમિત્તે 2017 માં બનાસકાંઠાના દલિત પરિવારને ફાળવેલી જમીનનો પ્રત્યક્ષ કબ્જો સોંપવામાં આવે એ હેતુથી મહેસાણાથી ધાનેરા સુધી કરવામાં આવેલી ‘આઝાદી કુચ’માં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, રેશમા પટેલ, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કૌશિક પરમાર, સુબોધ પરમાર સહિત કુલ 10 આરોપીઓને મહેસાણાની કોર્ટ દ્વારા 3 માસની જેલ અને 1000 રૂપિયા દંડની સજા ફરમાવવામાં આવી. કુલ 12 આરોપીઓ પૈકી 1 આરોપીનું મરણ થયેલ છે અને અન્ય આરોપી ભાગેડુ છે.
મહેસાણામાં દલિત નેતા અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં વર્ષ 2017માં મહેસાણામાં ઉનાકાંડની વરસી નિમિત્તે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેજા હેઠળ એક આઝાદી કૂચનું આયોજન કરવામાં આવેલ. આ આઝાદી કૂચમાં જવાહરલાલ નહેરૂ વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થી નેતા કનૈયા કુમાર પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ રેલીમાં તમામ લોકોએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
જીજ્ઞેશ મેવાણી દ્વારા મહેસાણાથી આઝાદ કૂચ યોજવામાં આવી હતી. જેમાં રેશમા પટેલ પણ જોડાઈ હતી. જોકે આ કૂચ માટે તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી ન હતી. તેમ છતાં કૂચ યોજવામાં આવતા જાહેરનામાના ભંગ બદલ જીજ્ઞેશ મેવાણી, રેશમા પટેલ સહિતના 12 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી.