Mehsana: ખેતી નિયામક વિસ્તરણ દ્વારા ચેકિંગ કરાતા સબસીડીવાળું યુરિયા ખાતર પકડાયું, 4 સામે નોંધાઇ ફરિયાદ

|

May 06, 2022 | 4:54 PM

મહેસાણાની મિલ્ટન ઇન્ડસ્ટ્રીઝમાંથી સબસીડીવાળું ખાતર પકડાયું છે. કડીના રાજપુર ગામમાં આવેલી મિલ્ટન ઇન્ડસ્ટ્રીઝમાંથી 4.55 લાખનું સબસીડીવાળું ખાતર (fertilizer scam) મળી આવ્યું છે.

મહેસાણાની (Mehsana) મિલ્ટન ઇન્ડસ્ટ્રીઝમાંથી સબસીડીવાળું ખાતર પકડાયું છે. કડીના રાજપુર ગામમાં આવેલી મિલ્ટન ઇન્ડસ્ટ્રીઝમાંથી 4.55 લાખનું સબસીડીવાળું ખાતર (fertilizer scam) મળી આવ્યું છે. આ અંગે 15 દિવસ પહેલા ખેતી નિયામક વિસ્તરણ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ખાતરનો જથ્થો શંકાસ્પદ લાગતા તેના સેમ્પલ લઇ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. સેમ્પલનું પરિણામ આવતા આ ખાતર સબસીડી વાળું હોવાનું બહાર આવ્યું હતું. નંદાસણ પોલીસ સ્ટેશને કુલ 4 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

મહેસાણા કોર્ટે જીગ્નેશ મેવાણી અને રેશમા પટેલને ત્રણ મહિના જેલની સજા

2017માં આઝાદી કૂચની રેલી સંદર્ભે સરકારશ્રી દ્વારા મહેસાણા A ડિવિઝનમાં દાખલ કરેલ ફરીયાદમાં મહેસાણા કોર્ટે MLA જીગ્નેશ મેવાણી, NCP નેતા રેશ્મા પટેલ સહિત તમામ 12 આરોપીને કોર્ટ દ્વારા 3 મહિના જેલ અને 1000 રુપીયા દંડની સજા ફટકારવામાં આવી. આ મામલે NCP નેતા રેશ્મા પટેલે જણાવ્યું કે, અમે કોર્ટના હુકમનું સન્માન કરીએ છીએ પરંતું બીજેપીના રાજમાં ‌જનતા માટે ન્યાય માંગવો પણ ગુનો છે, બીજેપી કાયદાનો ખોટો ડર બતાવી અમારો અવાજ દબાવી નહી શકે. અમે જનતાને ન્યાય માટે હંમેશા લડતા રહીશું.

Published On - 4:54 pm, Fri, 6 May 22

Next Video