મહીસાગર : 31 ડિસેમ્બર પહેલાં દારૂની હેરાફેરી, પોલીસે કારમાંથી ઝડપ્યો વિદેશી દારૂ, જુઓ વીડિયો

|

Dec 18, 2023 | 5:37 PM

પોલીસે 3 લાખથી વધુના મુદ્દામાલ સહિત એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી ભિયારામ દેવરામ ચૌધરી રાજસ્થાનનો રહેવાસી છે. આરોપી દારૂનો જથ્થો રાજસ્થાનથી અમદાવાદ લઈ જતો હોવાની માહિતી મળી છે. ઉલ્લેખનીય છે કે, 31 ડિસેમ્બર પહેલા ગુજરાતમાં દારૂ ઘુસાડવાના બુટલેગરો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે પોલીસ પણ સતર્ક બની છે.

મહીસાગરમાં 31 ડિસેમ્બર પહેલાં દારૂની હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું છે. પોલીસે કારમાંથી વિદેશી દારૂની 114 બોટલ ઝડપી પાડી છે. કારમાં બ્રેક લાઈટ તેમજ સીટની નીચેના ભાગમાં ચોર ખાનામાં દારૂ સંતાડી લઈ જવાતો હતો. સંતરામપુરના રિલાયન્સ પેટ્રોલ પંપ પાસેથી કાર ઝડપાઈ છે.

આ પણ વાંચો લો બોલો…હવે સ્કૂલ બેગમાં પણ દારૂની હેરાફેરી, દાહોદ જતી બસમાં વિદેશી દારૂની 155 બોટલો મળી, જુઓ વીડિયો

પોલીસે 3 લાખથી વધુના મુદ્દામાલ સહિત એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી ભિયારામ દેવરામ ચૌધરી રાજસ્થાનનો રહેવાસી છે. આરોપી દારૂનો જથ્થો રાજસ્થાનથી અમદાવાદ લઈ જતો હોવાની માહિતી મળી છે. ઉલ્લેખનીય છે કે, 31 ડિસેમ્બર પહેલા ગુજરાતમાં દારૂ ઘુસાડવાના બુટલેગરો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે પોલીસ પણ સતર્ક બની છે અને બુટલેગરોના મનસૂબાને નાકામ કરી રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video