Botad: લમ્પીએ મચાવ્યો હાહાકાર! જિલ્લામાં લમ્પી વાયરસના 30 કેસ સામે આવતા વહીવટી તંત્ર અને પશુપાલકોની ચિંતામાં થયો વધારો

|

Jul 24, 2022 | 8:33 AM

બોટાદ જિલ્લામાં પણ લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે. બોટાદ જિલ્લામાં લમ્પી વાયરસના 30 કેસ સામે આવતા વહીવટી તંત્ર અને પશુપાલકોની ચિંતામાં વધારો થયો છે.

Botad: બોટાદ જિલ્લામાં પણ લમ્પી વાયરસે (Lumpy virus) હાહાકાર મચાવ્યો છે. બોટાદ જિલ્લામાં લમ્પી વાયરસના 30 કેસ સામે આવતા વહીવટી તંત્ર અને પશુપાલકોની ચિંતામાં વધારો થયો છે. બોટાદ, ગઢડા અને બરવાળામાં પશુમાં કેસ સામે આવ્યાં છે. જેને લઇ પશુપાલન વિભાગે ડોર ટુ ડોર સર્વે હાથ ધર્યો છે. નાયબ પશુપાલક નિયામકે માહિતી આપતા કહ્યું કે, રોગાચાળાને કાબૂમાં લઇ શકાય તે માટે 1962ની ટીમ કામગીરીમાં જોડાઇ છે. સાથે જ જે પશુમાં લમ્પી વાયરસના લક્ષણ દેખાય તો તાત્કાલિક પશુપાલન વિભાગનો સંપર્ક કરવા માટે અપીલ કરી છે.

કચ્છ જિલ્લામાં પણ લમ્પી વાયરસે માથુ ઉંચક્યુ

કચ્છ જિલ્લામાં લમ્પી વાયરસ ધીમે- ધીમે માથું ઉચકી રહ્યો છે. છેલ્લા 3 દિવસમાં જિલ્લામાં 1900 લમ્પી વાયરસના કેસ સામે આવી ચુક્યા છે.ત્યારે સંક્રમણને આગળ વધતું અટકાવવા તંત્ર સતર્ક બન્યું છે, અત્યાર સુધી કચ્છ જિલ્લામાં 91000 પશુઓનું વેક્સીનેશન કરવામાં આવ્યું છે.બીજી તરફ બનાસકાંઠાથી મોબાઇલ વાન તેમજ અન્ય જિલ્લામાંથી કુલ 10 ટીમો કચ્છ મોકલવામાં આવશે.હાલના તબક્કે ખાસ કરીને ભુજ, માંડવી તથા મુંદ્રામાં લમ્પી વાયરસ કહેર મચાવી રહ્યો છે. જેને કાબૂમાં લેવા તંત્ર દ્વારા વધુને વધુ વેક્સીનેશનની કામગીરી હાથ ધરી પરિસ્થિતિ નિયંત્રણમાં રાખવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

 

Next Video