અનોખો વર્લ્ડ રેકોર્ડ: કચ્છના યુવાને સતત આટલા કલાક સુધી તાળી પાડીને બનાવ્યો રેકોર્ડ, ગણતરી જાણીને રહી જશો હેરાન

| Edited By: | Updated on: Jan 03, 2022 | 8:44 AM

કચ્છના યુવાને બનાવેલા અનોખા રેકોર્ડની ચર્ચા ચોતરફ થઇ રહી છે. લોકો આ અનોખા રેકોર્ડ વિશે અને એમાં પણ વિરલની ક્ષમતા વિશે જાણીને દંગ રહી ગયા છે.

બાળક નાનું હોય, ત્યારથી પહેલા તાળી પાડતા જ શીખે છે, કોઈપણ સેલિબ્રેશન હોય કે પછી પ્રોગ્રામમાં કોઈનો ઉત્સાહ વધારવા માટે પણ તાળીનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ થાળી પાડવાની પણ એક કળા છે. કોઈપણ વ્યક્તિ એક સેકન્ડ, એક મિનિટ, એક કલાક જેટલો સમય સતત પાડી શકે છે. પરંતુ ત્રણ કલાક સુધી કોઈ ટાળી પાડે તો?

તમને થતું હશે કે સતત તાળીઓ પાડવાની ક્ષમતા ભાગ્યે જ કોઈ ધરાવતું હશે. પરંતુ આ ક્ષમતા ગુજરાતમાં જ જોવા મળી છે. કચ્છના એક યુવાને સતત ત્રણ કલાક સુધી તાળીઓ પાડીને અનોખો રેકોર્ડ બનાવ્યો છે. અંજારમાં રહેતા વિરલ હડિયા નામના યુવકે ત્રણ કલાક અને 10 મિનિટ સુધી તાળી પાડીને વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયામાં પોતાનું નામ અંકિત કર્યું છે.

વિરલે બંને હાથે 33,900 તાળી પાડી કીર્તિમાન સ્થાપિત કર્યો છે. યુવાને કહ્યું, જે કંઈ સફળતા મળી છે કે, તે સતત મહેનત કરવાથી મળી છે, અને રેકોર્ડ બનાવવા માટે ખુબ મહેનત કરી હતી. તો આ અનોખા રેકોર્ડની ચર્ચા ચોતરફ થઇ રહી છે. લોકો આ અનોખા રેકોર્ડ વિશે અને એમાં પણ વિરલની ક્ષમતા વિશે જાણીને દંગ રહી ગયા છે.

 

આ પણ વાંચો: કેવી રીતે સૌ ભણે, સૌ આગળ વધે? ગુજરાતના આ ગામમાં વાલીઓએ બાળકોને શાળામાં મોકલવાનું જ બંધ કર્યું, જાણો કારણ

આ પણ વાંચો: 15થી 18 વર્ષના બાળકોના વેક્સિનેશનનો મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ, જાણો રસીકરણ માટેની આ મહત્વની સૂચનાઓ