Kutch: પશ્ચિમ-પૂર્વ પોલિસ વિભાગમાં નવા પોલીસ સ્ટેશન અને અન્ય કચેરીનું કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ

|

May 29, 2022 | 5:12 PM

કચ્છ જીલ્લા પોલીસ (Kutch Police) વિભાગ માટે તૈયાર થયેલ આ ઇમારતો વર્ષોથી તૈયાર થયા બાદ ઉદ્દધાટન ન થતા જુની ઇમારતોમા પોલીસ મથકો કાર્યરત રાખવા પડ્યા હતા. નવી સુવિધા સાથેના પોલિસ મથકો વિભાગને આજે મળતા પોલીસ અને પ્રજા બન્નેને સારી સેવાનો લાભ મળશે.

ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ દ્વારા ગુજરાત રાજયમાં અલગ અલગ શહેર જીલ્લાઓ ખાતે નવનિર્મીત બિનરહેણાંક અને રહેણાંક આવાસો, પોલીસ સ્ટેશનો તથા સી.આઇ.ડી., આઇ.બી. કચેરી બિલ્ડીંગનુ લોકર્પણ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના (Union Home Minister Amit Shah) હસ્તે થયુ. જેમા મુખ્યમંત્રી તથા ગૃહ રાજય મંત્રી પણ જોડાયા હતા. લાંબા સમયથી આ બિલ્ડીંગ તૈયાર થયા બાદ ઉદ્દધાટન ન થતા બિન ઉપયોગી હતા. જો કે, આજે પશ્ચિમ અને પૂર્વ કચ્છની (Kutch News) 10 થી વધુ બિલ્ડિંગ ખુલ્લી મુકાઇ હતી.

પૂર્વ-પશ્ચિમ કચ્છના આ મથકો ખુલ્લા મુકાયા

પશ્ચિમ કચ્છમા નવનિર્મિત પોલીસ સ્ટેશનોના બિલ્ડીંગનું લોકાર્પણ થયુ તેમા (1) માંડવી સ્માર્ટ પોલીસ સ્ટેશન બિલ્ડીંગ (2) દયાપર પોલીસ સ્ટેશન બિલ્ડીંગ (3) નરા પોલીસ સ્ટેશન બિલ્ડીંગ તેમજ પશ્ચિમ કચ્છ જિલ્લા ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા બનાવાયેલ (1) મુંદ્રા સી.આઇ.ડી., આઇબી કચેરી બિલ્ડીંગ, (2) માંડવી સી.આઇ.ડી., આઇ.બી. કચેરી બિલ્ડીંગ, (3) નલીયા સી.આઇ.ડી., આઇ.બી, કચેરી બિલ્ડીંગ (4) દયાપર સી.આઇ.ડી., આઇ.બી. કચેરી બિલ્ડીંગ (5) નખત્રાણા સી.આઇ.ડી., આઇ.બી. કચેરી બિલ્ડીંગનો સમાવેશ થાય છે

બીજી તરફ પુર્વ કચ્છમા (1) લાકડીયા પોલીસ સ્ટેશન (2) અંજા૨ પોલીસ લાઈન (કવાટર્સ) (3) એમ.ટી.સેકશન (4) આર.પી.આઈ. એડમીન બિલ્ડીંગ, આર્મ્સ એમ્યુનેશન રૂમ, બેરેક, ડીસ્પેન્સરી સેન્ટર, બેન્ડ રૂમ તથા ડીટીસી સેન્ટરvgx લોકાર્પણ થયુ હતું. કચ્છ જીલ્લા પોલીસ વિભાગ માટે તૈયાર થયેલ આ ઇમારતો વર્ષોથી તૈયાર થયા બાદ ઉદ્દધાટન ન થતા જર્જરીત અને જુની ઇમારતોમા પોલિસ મથકો કાર્યરત રાખવા પડ્યા હતા. જો કે હવે નવી સુવિધા સાથેના પોલિસ મથકો વિભાગને આજે મળતા પોલિસ અને પ્રજા બન્નેને સારી સેવાનો લાભ મળશે.

Next Video