Kutch: હરામીનાળા વિસ્તારમાં પાકિસ્તાનની ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો, BSFએ ચાર પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડ્યા

|

Jul 07, 2022 | 9:59 AM

કચ્છમાં હરામીનાળા વિસ્તારમાં પાકિસ્તાનની ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો છે. ભુજ BSFએ ચાર પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડ્યા છે.

કચ્છમાં હરામીનાળા વિસ્તારમાં પાકિસ્તાનની ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો છે. ભુજ BSFએ ચાર પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડ્યા છે. ઘટના આજે સવારની છે. સવારે BSF ભુજના વિશેષ અંબુશ દળે પિલ્લર નંબર 1165 અને 1166 વચ્ચે હરકત થતી જોઈ હતી. ત્યારબાદ આસપાસના વિસ્તારોમાં ઘેરાબંધી કરી લીધી હતી. અને તપાસ કરતા હરામીનાળા વિસ્તારમાં ઘૂસવાની કોશિશ કરી રહેલા 4 માછીમારોને ઝડપી પાડ્યા હતા અને 10 બોટ જપ્ત કરી છે. ઝડપાયેલા માછીમારો અને તેમની બોટોની સઘન તપાસ કરાઈ છે. જોકે તેમની પાસેથી કંઈ શંકાસ્પદ સામગ્રી મળી નથી.

આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

કેન્દ્રીય હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સમયમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. એટલું જ નહિ, આજથી 10 જુલાઇ દરમ્યાન ભારેથી અતિભારે વરસાદની સંભાવના પણ દર્શાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં રાજ્ય સરકારના અને જિલ્લાઓના તંત્રએ જે રાહત બચાવ અને પ્રિપેડનેસ સંબંધી આગોતરા પગલાં લીધા છે તેની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં કરી હતી. મુખ્યમંત્રીએ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં યોજેલી આ સમીક્ષા બેઠકમાં રાજ્યમાં પાછલા 24 કલાક દરમ્યાન થયેલા વ્યાપક વરસાદની છણાવટ કરવામાં આવી હતી.

રાહત કમિશનરએ વિગતો આપતાં કહ્યું કે, ગત 24 કલાક દરમ્યાન રાજયમાં ગીર સોમનાથ જિલ્લામાં સુત્રાપાડા તાલુકામાં 168 મી.મી અને કોડીનાર તાલુકામાં 159 મી.મી વરસાદ નોઘાયેલ છે. જેમાં દેવભુમિ ઘ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 153 મી.મી, જુનાગઢના માંગરોળ તાલુકામાં 119 મી.મી અને મહિસાગરના કડાણા તાલુકામાં 145 મી.મી વરસાદ જેટલો ભારે વરસાદ નોંઘાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ વઘુમાં તારીખ 07 થી 10 જુલાઇ સુઘી ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે. જેમાં ગીર સોમનાથ,જુનાગઢ ,દેવભુમી ઘ્વારાકા,સુરત,નવસારી ,વલસાડ,પોરબંદર વિગેરે જિલ્લાઓમાં થયેલ ભારે વરસાદ સંબંઘે ડીઝાસ્ટર પ્રિપેડનેશ અંગે મુખ્યમંત્રીએ તલસ્પર્શી સમીક્ષા કરીને આગામી સમયમાં રાહત બચાવ કામગીરી માટે ન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફ ની ટીમ સંબંઘિત જિલ્લાઓમાં ડીપ્લોય કરવા માટે જરૂરી સુચનાઓ આપી હતી.

Published On - 9:34 am, Thu, 7 July 22

Next Video