Kutch: ફરી એકવાર મળી આવ્યા બિનવારસી ચરસના પેકેટ, BSFને જખૌ નજીકથી મળી આવ્યું ચરસ

|

May 25, 2022 | 4:52 PM

કચ્છ જિલ્લામાંથી (Kutch) ફરી એકવાર બિનવારસી ચરસના પેકેટ મળી આવ્યા છે. BSFને જખૌ નજીકથી આ ચરસના 4 પેકેટ મળી આવ્યા છે.

કચ્છ જિલ્લામાંથી (Kutch) ફરી એકવાર બિનવારસી ચરસના પેકેટ મળી આવ્યા છે. BSFને જખૌ નજીકથી આ ચરસના 4 પેકેટ મળી આવ્યા છે. મહત્વનું છે કે, અગાઉ પણ અનેક વખત ચરસના પેકેટ મળી આવ્યા છે. હાલ આ મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. મહત્વનું છે કે, દરિયામાંથી લગભગ છેલ્લા બે વર્ષથી બિનવારસી ચરસના પેકેટ મળી રહ્યા છે. લગભગ તમામ એજન્સીઓને આવા બિનવારસી ચરસના પકેટે મળ્યા છે. જે સીલસીલો ચાલુ વર્ષે પણ યથાવત છે. છેલ્લા એક વર્ષમાં અંદાજીત 1,500થી વધુ પેકેટ બિનવારસી ચરસના મળી આવ્યા હતો. જો કે સુરક્ષા એજન્સીઓ સાથે માછીમારો પણ આવી પ્રવૃતિ અટકાવવા માટે મદદ કરી રહ્યા છે પરંતુ સિંધોડીના બે યુવાનોએ દરિયામાંથી મળેલ ચરસના પેકેટમાંથી ચરસ વહેંચવાની ફિરાકમાં હતા અને SOGએ ઝડપી પાડ્યા છે. અગાઉ પણ માછીમારી દરમ્યાન મળેલા ચરસના જથ્થાને વહેંચવાનો પ્રયાસ કરનારને પશ્ચિમ કચ્છ પોલિસે ઝડપી પાડ્યા હતા.

SOGની શંકા સાચી પડી

કચ્છના દરિયામાંથી મળી આવતા ચરસના જથ્થામાંથી અબડાસાના સિંધોડી ગામના બે યુવાન ભાવેશ કુંવરજી કોળી જેની ઉમર 21 વર્ષ છે તથા મહેશ વેરશી કોળી, જે પણ 24 વર્ષની ઉંમર ધરાવે છે. તે આ ચરસના જથ્થાને વહેંચતા હોવાની સચોટ બાતમી પશ્ચિમ કચ્છ SOGને મળી હતી, જે આધારે પોલીસે વોચ ગોઠવી બન્ને શખ્સોને ઝડપી પાડ્યા હતા. SOGની તપાસ દરમ્યાન તેની પાસેથી 0.896 કિ.ગ્રા. 1,34,400 રૂપિયાની કિંમતનું ચરસ મળી આવ્યું છે. સામાન્ય કચ્છના દરિયામાંથી મળી આવતા પેકેટ 1 કિલોગ્રામના હોય છે, ત્યારે અન્ય જથ્થો તેઓએ વહેંચ્યો હોય તેવી શક્યતાના આધારે SOGએ તેની વધુ પુછપરછ શરૂ કરી છે. જ્યારે પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા બન્ને શખ્સો માદ્દક વસ્તુઓનો નશો કરવાની ટેવ ધરાવતા હોવાાનું પણ સામે આવ્યુ છે.

 

Next Video