રુપાલા વિરુદ્ધના ક્ષત્રિય આંદોલનમાં પડી તિરાડ ! કાઠી સમાજે જાહેર કર્યો ટેકો – કહ્યું કોઠી ધોવાથી કાદવ નીકળે, જુઓ વીડિયો

|

Apr 12, 2024 | 6:39 PM

કાઠી સમાજના આગેવાને એમ પણ કહ્યું કે, કોઠી ધોવાથી કાદવ નિકળે એટલું અમે સમજીએ છીએ. અમારો કાઠી સમાજ હિન્દુત્વ અને સનાતનની સાથે છે, ત્યારે આજે રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રનો સવાલ હોય ત્યારે નરેન્દ્ર મોદીએ જેમને ઊભા રાખ્યા હોય તેને ટેકો આપવો. 

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા ક્ષત્રિય આંદોલનમાં નવો વળાંક આવી રહ્યો હોય તેમ, ક્ષત્રિય પૈકી એક કાઠી સમાજે, લોકસભાની રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા પરશોત્તમ રુપાલાને ટેકો જાહેર કર્યો છે. આજે રાજકોટ ખાતે કાઠી કોર સમિતિ દ્વારા ક્ષત્રિય આંદોલન અંગે નિર્ણયની જાણકારી આપવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, કાઠી સમાજ નરેન્દ્ર મોદીએ ઊભા રાખેલા ઉમેદવારની પડખે છે.

કાઠી સમાજના આગેવાનોએ કહ્યું હતું કે, ભાજપ અને નરેન્દ્ર મોદીએ અમારા ઈસ્ટદેવ સૂર્યવંશી રામચંદ્રજીના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા માટે ભજવેલી ભૂમિકાથી સમગ્ર કાઠી સમાજને અતરઆત્માથી સંતોષ થયો છે. અમારા ઈસ્ટદેવ સૂર્યનારાયણ માટે નવા સૂર્યદેવળ મંદિરના વિકાસ માટે પણ ઘણુબધુ કરાયું છે. ત્યારે હવે ઋણ ચુકવવાનો સમય આવ્યો છે. આવા સમયે સમગ્ર કાઠી સમાજ ભાજપની પડખે છે.

કાઠી સમાજના આગેવાને એમ પણ કહ્યું કે, કોઠી ધોવાથી કાદવ નિકળે એટલું અમે સમજીએ છીએ. અમારો કાઠી સમાજ હિન્દુત્વ અને સનાતનની સાથે છે, ત્યારે આજે રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રનો સવાલ હોય ત્યારે નરેન્દ્ર મોદીએ જેમને ઊભા રાખ્યા હોય તેને ટેકો આપવો.

જ્યારે પુછવામાં આવ્યું કે આગામી 14મીએ રાજકોટમાં યોજાનારા ક્ષત્રિય સંમેલનમાં કાઠી સમાજના લોકો ઉપસ્થિત રહેશે કે નહી તેના જવાબમાં આગેવાનોએ કહ્યું કે એ પ્રશ્ન અમારો નથી.

Next Video