Junagadh: ભવનાથમાં સિંહના ટોળાનો વીડિયો થયો વાયરલ, દામોદર કુંડથી અશોક શિલાલેખ સુધી સિંહની લટાર

|

Sep 19, 2022 | 10:55 PM

ભવનાથમાં સિંહના ટોળાનો લટાર મારતો વીડિયો વાયરલ થયો છે. એક સાથે ચાર સિંહ લટાર મારતો વીડિયો વાયરલ થયો છે.

Junagadh: ભવનાથમાં સિંહના ટોળાનો લટાર મારતો વીડિયો વાયરલ થયો છે. એક સાથે ચાર સિંહ લટાર મારતો વીડિયો વાયરલ થયો છે. દામોદર કુંડથી અશોક શિલાલેખ સુધી સિંહો લટાર મારતા જોવા મળ્યા હતા. બે સિંહણ બે બાળ સિંહ સાથે લટાર મારતા કેમેરામાં કેદ થયા હતા.

જંગલમાં આવેલા પૂરમાં તણાઇ જતા સિંહણનું મોત

થોડા દિવસથી ગુજરાતમાં મેઘરાજાએ ફરી ધબધબાટી બોલાવી છે. ગુજરાતમાં જૂનાગઢ અને ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. 12 સપ્ટેમ્બરના રાત્રે પણ ગિરનાર જંગલમાં 7 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો. જેની અસર ગીર જંગલના પશુઓ પર પણ થઇ. આ ધોધમાર વરસાદના પગલે ગિરનારના જંગલમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયુ હતુ. એટલુ જ નહીં એક સિંહણનું પાણીના પ્રવાહમાં તણાઈ જવાથી મોત થયુ હોવાની માહિતી છે. વન વિભાગે સિંહણના મૃતદેહનો કબ્જો લઇને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સિંહણનું પાણીમાં તણાઇ જવાથી મોત

જૂનાગઢ જિલ્લાના ગિરનારમાં 12 સપ્ટેમ્બરના રાત્રે ગિરનાર જંગલમાં 7 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હતો. ગિરનાર જંગલમાં વધુ વરસાદ પડતાં એક સિંહણ પાણીના પ્રવાહમાં તણાઈ ગઇ હતી. લોલ નદીમાં પૂર આવતા સિંહણ પાણીમાં તણાઇને ડેરવાણ ગામ પહોંચી હતી. પાણીમાં તણાતાં સિંહણનું મોત થયુ છે. ગિરનારના ઉત્તર રેન્જમાં આ ઘટના બની છે. વન વિભાગ દ્વારા પણ સિંહણનું પાણીમાં ડુબી જવાથી મોત થયાની પુષ્ટિ કરી છે. વન વિભાગે ડેરવાણ ગામથી સિંહણનો મૃતદેહ પહોંચતા વનવિભાગ પહોંચી કબજો લીધો છે.

Next Video