Junagadh: નકલી બિયારણથી ખેડૂતને ફટકો, ખેડૂતને 85 હજાર રૂપિયાનું થયું નુકસાન

|

May 18, 2022 | 7:43 PM

જૂનાગઢના ભેંસાણ તાલુકાના ગળથ ગામે ખેડૂત દંપતિને નકલી બિયારણ આપી છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે.

Junagadh: જૂનાગઢના ભેંસાણ તાલુકાના ગળથ ગામે ખેડૂત દંપતિને નકલી બિયારણ (Fake seeds) આપી છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ખેડૂતનો આક્ષેપ છે કે, એગ્રો એજન્સીએ (Agro Agency) નકલી બિયારણ આપી દેતા તેમના ખેતરમાં ઉત્પાદન થયું નથી. અને પાક પણ નિષ્ફળ જતા આશરે 85 હજાર રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. ગળથ ગામના પ્રકાશભાઈ અને રેખાબેને એક વિઘામાં કાકડીનું વાવેતર (Planting) કર્યું હતું જેના માટે જૂનાગઢની જલારામ એગ્રો એજન્સીમાંથી બિયારણ લીધું હતું. પરંતુ બિયારણ નકલી હોવાથી કાકડીનો પાક નિષ્ફળ ગયો અને ખેડૂતને આશરે 85 હજારનું નુકસાન થયું છે.

આ તરફ એગ્રો એજન્સીના વેપારીના જણાવ્યા પ્રમાણે તેઓએ કંપનીનું બિયારણ આપ્યું છે. અને હવામાન ફેરફાર તેમજ ખૂબ જ ગરમી પડવાના લીધે કદાચ પાકનું ઉત્પાદન મોડું શરૂ થઈ શકે અને યોગ્ય સમયે ખેડૂતને દવાનો છંટકાવ કરવાનું ચૂકી હોય એવું બની શકે. આમ વેપારીએ પોતાનો લૂલો બચાવ કર્યો હતો. પરંતુ હકીકત તો એ છે કે, નકલી બિયારણ વેંચતા વેપારીઓનો રાફડો ફાટ્યો છે. ખેડૂતો પાસેથી પુરા ભાવ લઈને નકલી બિયારણ વેંચતા વેપારીઓ સામે કાર્યવાહીની માગ ખેડૂતો કરી રહ્યા છે.

ગત વર્ષની સરખામણીએ 15 હજાર બોક્સની આવક ઓછી

Junagadh: કેરીના રસિયાઓ માટે (kesar mango gujarat) માઠા સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢ સહિતના માર્કેટ યાર્ડમાં કેરીની આવક ઓછી હોવાના કારણે ભાવ હજુ ઘટ્યા નથી. આજે એક બોક્સનો ભાવ 800 રૂપિયાથી 1 હજાર સુધી બોલાયો છે. માર્કેટ યાર્ડમાં ફક્ત 10 હજાર બોક્સની આવક થઈ છે. મહત્વનું છે કે, ગત વર્ષની સરખામણીએ 15 હજાર બોક્સની આવક ઓછી છે. વેપારીઓનું કહેવું છે કે, આ વર્ષે કેરીનો ઉતારો ફક્ત 30 ટકા જ રહેવાની સંભાવના છે. ગત વર્ષે આવેલા વાવાઝોડાની અસર આ વર્ષે જોવા મળી રહી છે.

Next Video