ડીસા લવ જેહાદના કેસની તપાસ અમદાવાદ પહોંચી, જુહાપુરામાં કેટલાક લોકોની ATSએ પૂછપરછ કરી

|

Sep 09, 2022 | 4:34 PM

બનાસકાંઠાના(Banaskantha)ચકચારી ડીસા લવ જેહાદ કેસની(Love Jihad)તપાસ અમદાવાદ(Ahmedabad)સુધી પહોંચી છે. જેમાં ગુજરાત ATSની ટીમે અમદાવાદના કેટલાક ઈસમોની પૂછપરછ કરી છે.

બનાસકાંઠાના(Banaskantha)ચકચારી ડીસા લવ જેહાદ કેસની(Love Jihad)તપાસ અમદાવાદ(Ahmedabad)સુધી પહોંચી છે. જેમાં ગુજરાત ATSની ટીમે અમદાવાદના કેટલાક ઈસમોની પૂછપરછ કરી છે. તેમજ ગુજરાત ATS આરોપીઓના વધુ રિમાન્ડની માગણી કરશે. જે બાદ ATS ધર્મ પરિવર્તન, ખંડણી અને આપઘાતની દુષ્પ્રેરણા મુદ્દે વધારે પૂછપરછ હાથ ધરશે.

ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠામાં ડીસા ધર્માન્તરણ કેસને લઈને રાજ્યનું ગૃહ વિભાગ એક્શનમાં આવ્યુ છે. ઘટનાની ગંભીરતાને જોઈ ગૃહવિભાગે તપાસના આદેશ આપ્યા છે. ગૃહવિભાગે સમગ્ર મામલે ATSને તપાસ સોંપી છે. સમગ્ર કેસમાં નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થશે તેવુ પણ ગૃહવિભાગે ખાતરી આપતા જણાવ્યુ છે. જેમાં ધર્માન્તર થયુ છે કે કેમ? યુવતીના પિતાના આક્ષેપો કેટલા સાચા છે? આ કેસમાં હિંદુ સંગઠનોએ જે રેલી કાઢી હતી એ બાબતે એમના જે પ્રશ્નો છે તે સાચા છે કે કેમ? આ તમામ બાબતોની તપાસ અને જવાબદાર ગુનેગારોને પકડીને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તે માટે ગૃહવિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમગ્ર કેસની જવાબદારી હવે એન્ટી ટેરરિસ્ટ સ્કવોડને સોંપવામાં આવી છે. આ સમગ્ર ઘટના પાછળ કોઈ કાવતરુ છે કે કેમ તે દિશામાં પણ તપાસ ATS દ્વારા કરવામાં આવશે.

રાજપુર ગવાડી ગામના શખ્સે માલગઢની યુવતીને ફસાવી યુવતી સહિત માતા અને ભાઈનું કરાવ્યુ ધર્મપરિવર્તન

સમગ્ર ઘટનાની વિગતો એવી છે કે ડીસા તાલુકાના રાજપુર ગવાડી ગામના શખ્સે રસાણા કોલેજમાં અભ્યાસ કરતી માલગઢની યુવતીને પ્રેમજાળમાં ફસાવી યુવતીની માતા અને ભાઈને ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. બાદમાં યુવતીના તેના ભાઈ પાસે હાઈકોર્ટમાં પિટીશન કરી ત્રણેને અલગ રહેવા લઈ ગયો હતો. રૂ.25 લાખની માંગણી કરતા યુવતીના પિતાએ ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કરતા પૂર્વ પોલીસ મથકે પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો છે. પરિવારમાં ધર્મ પરિવર્તન થતા પિતાને દુ:ખ લાગી આવ્યું હતું અને તેમની લાગણી ઘવાતા પાલનપુરમાં ઝેરી પ્રવાહી પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગે પરિવારે પાલનપુર પૂર્વ પોલીસ મથકે એજાજ મુસ્તુફાભાઈ શેખ, મુસ્તુફા પાપાભાઇ શેખ, આલમ પાપાભાઇ શેખ, સત્તાર અબ્દુલભાઈ હાજી અને સોહીલ સત્તારભાઈ શેખ સામે ગુનો નોંધાવ્યો હતો.

(With Input, Mihir Bhatt, Ahmedabad) 

Published On - 4:31 pm, Fri, 9 September 22

Next Video