મધર ટેરેસા મિશનરીમાં ધર્માંતરણ કેસની તપાસ તેજ, મહિલા પોલીસને સાથે રાખી પૂછપરછ કરાઈ

|

Dec 15, 2021 | 11:35 AM

conversion : વડોદરામાં ખ્રિસ્તી સંસ્થા મધર ટેરેસા મિશનરી ચેરીટી દ્વારા ધર્મ પરિવર્તન કરાવવાના કેસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

VADODARA : વડોદરામાં કથિત ધર્મ પરિવર્તન કેસની તપાસ એફ ડિવિઝનના ACP એસ.બી. કૂંપાવતને સોંપાઈ છે. સમાજ સુરક્ષા અધિકારીએ મધર ટેરેસા મિશનરીના સંચાલકો વિરુદ્ધ મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલી છે. જેની તપાસ સોંપાતા જ એસીપી કૂંપાવત એક્શનમાં આવી ગયા છે.તેમણે જિલ્લા કલેક્ટરની દેખરેખ હેઠળના CWCના સભ્યો પાસેથી કથિત ધર્માંતરણ અંગેની વિગતો મેળવી. તેમણે મધર ટેરેસા મિશનરીમાં રહેવા લાવવામાં આવેલા અને ત્યારબાદ મુક્ત કરાયેલા બાળકોનો રેકોર્ડ માગ્યો છે.

મહિલા પોલીસને સાથે રાખીને કેટલીક બાળાઓની પ્રાથમિક પૂછપરછ પણ કરાઈ છે. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ચાઇલ્ડ રાઇટ્સના ચેરમેન દ્વારા આપવામાં આવેલી સૂચનામાં જે બાબતો નો ઉલ્લેખ કરવામાં આવ્યો તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ફરિયાદમાં કરાયેલા આક્ષેપો અંગે CWC અને સમાજ સુરક્ષા અધિકારી પાસેથી જવાબ માગવામાં આવશે. મહત્વનું છે કે મધર ટેરેસા મિશનરીમાં ધર્મપરિવર્તન કરાવાતું હોવાના આરોપ લાગ્યા છે.

ઉલ્લેખનીય છે કે વડોદરામાં ખ્રિસ્તી સંસ્થા મધર ટેરેસા મિશનરી ચેરીટી દ્વારા ધર્મ પરિવર્તન કરાવવાના કેસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.ખ્રિસ્તી સંસ્થા વિરુદ્ધ ધર્મ પરિવર્તનનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.રાષ્ટ્રીય બાળ આયોગના ઇન્સ્પેકશન દરમિયાન સંસ્થામાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ થતી હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે.રિપોર્ટ બાદ મકરપુરા પોલીસ સ્ટેશનમાં મિશનરી ઓફ ચેરિટી દ્વારા સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગિરલ્સ સંસ્થાના સંચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે.મહત્વનું છે કે કલેકટરને અપાયેલા રિપોર્ટ બાદ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો : GANDHINAGAR : કથિત પેપરલીકના આક્ષેપ બાદ ગૃહવિભાગે બોલાવી મહત્વપૂર્ણ બેઠક

આ પણ વાંચો : GANDHINAGAR : વન વિભાગની ભરતીનો મુદ્દો સચિવાલ સુધી પહોંચ્યો, 2018થી પેન્ડીંગ છે ભરતી પ્રક્રિયા

Next Video