પંચમહાલ વીડિયો: ગોધરાની નામાંકિત હોટલમાં ઈડલી સંભારમાંથી નીકળ્યો વંદો, ગ્રાહકે ફરિયાદ કરતા દાદાગીરી કર્યાનો આક્ષેપ

પંચમહાલ વીડિયો: ગોધરાની નામાંકિત હોટલમાં ઈડલી સંભારમાંથી નીકળ્યો વંદો, ગ્રાહકે ફરિયાદ કરતા દાદાગીરી કર્યાનો આક્ષેપ

| Edited By: | Updated on: Jan 27, 2024 | 2:21 PM

પંચમહાલના ગોધરાની નામાંકિત હોટલની ખાદ્ય વસ્તુમાંથી જીવાત નીકળી હોવાની ઘટના બની છે. ગોધરાની ચોપાટી હોટેલમાં ઈડલી સંભાર માંથી વંદો નીકળ્યો હોવાની ઘટના બની છે. તેમજ નામાંકિત હોટલ ચોપાટીની બેદરકારીના કારણે આ પ્રકારની ઘટના બની છે.

રાજ્યમાં ઘણી વાર ખાદ્ય વસ્તુઓમાં જીવડાં નીકળવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે પંચમહાલના ગોધરાની નામાંકિત હોટલની ખાદ્ય વસ્તુમાંથી જીવાત નીકળી હોવાની ઘટના બની છે. ગોધરાની ચોપાટી હોટેલમાં ઈડલી સંભારમાંથી વંદો નીકળ્યો હોવાની ઘટના બની છે. તેમજ નામાંકિત હોટલ ચોપાટીની બેદરકારીના કારણે આ પ્રકારની ઘટના બની છે. જો કે ગ્રાહકે હોટલ માલિકને ફરિયાદ કરતા દાદાગીરી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

બીજી તરફ આ અગાઉ અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલી SBR ગ્વાલિયા રેસ્ટોરન્ટ વિવાદમાં આવી હતી. ગ્રાહકે મંગાવેલા વેજિટેબલ કુલચામાં વંદો નીકળ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. ઓસ્ટ્રેલિયાથી આવેલો એક પરિવાર જે ગ્વાલિયા રેસ્ટોરેન્ટમાં જમવા માટે ગયો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો