Surat : રાંદેરમાં સોડા પીવા આવેલો ફરાર ડ્રગ્સ માફિયો ઇસ્માઇલ ગુર્જર SOGના હાથે ઝડપાયો, જુઓ Video

Surat : રાંદેરમાં સોડા પીવા આવેલો ફરાર ડ્રગ્સ માફિયો ઇસ્માઇલ ગુર્જર SOGના હાથે ઝડપાયો, જુઓ Video

| Edited By: | Updated on: Sep 29, 2023 | 5:04 PM

ડ્રગ્સ માફિયાનો મુંબઈથી સુરત ડ્રગ્સ લાવી નેટવર્ક મજબૂત કરવાનો પ્લાન હતો. પત્નીની સારવારના નામે જામીન મેળવી ફરાર થઈ ગયો હતો. આરોપી ઇસ્માઇલ ગુર્જર તેની આરોપી પત્ની સાથે વિદેશ ભાગી જવાની ફિરાકમાં હતો. ઘટનાની વાત કરીએ તો, 2022માં એસઓજીએ પુણા નિયોલ ચેક પોસ્ટ પાસેથી ઈસ્માઇલને 39 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો.

Surat : સુરતમાં આખરે ફરાર ડ્રગ્સ માફિયા ઇસ્માઇલ ગુર્જર ઝડપાયો છે. રાંદેરમાં સોડા પીવા આવતા SOGની ટીમે ફિલ્મી ઢબે ડ્રગ્સ માફિયાને ઝડપી પાડયો છે. કોન્સ્ટેબલે હિંમત બતાવી આરોપીને એકલા હાથે ઝડપી પાડ્યો હતો. ધરપકડ વખતે ડ્રગ્સ માફિયા અને પોલીસ વચ્ચે જીવ સટોસટીનો ખેલ ખેલાયો હતો, પરંતુ પોલીસે આરોપીને ધક્કો મારી દુકાનમાંથી ઢસડીને ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચો Surat: સુરતમાં કારે અડફેટે લેતા મોપેડ સવાર 3 ને ઈજા, અકસ્માત સર્જનાર વાહનચાલક દારુના નશામાં હોવાનો આરોપ, જુઓ Video

ડ્રગ્સ માફિયાનો મુંબઈથી સુરત ડ્રગ્સ લાવી નેટવર્ક મજબૂત કરવાનો પ્લાન હતો. પત્નીની સારવારના નામે જામીન મેળવી ફરાર થઈ ગયો હતો. આરોપી ઇસ્માઇલ ગુર્જર તેની આરોપી પત્ની સાથે વિદેશ ભાગી જવાની ફિરાકમાં હતો. ઘટનાની વાત કરીએ તો, 2022માં એસઓજીએ પુણા નિયોલ ચેક પોસ્ટ પાસેથી ઈસ્માઇલને 39 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો. આ ગુનામાં તેને લાજપોર જેલમાં ધકેલાયો હતો.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો