Gandhinagar : વિધાનસભાને લઈ મહત્વના સમાચાર, ફરી એકવાર મેડિકલ યુનિવર્સીટી બિલ કરાયું ડ્રોપ, જુઓ Video

| Edited By: | Updated on: Sep 08, 2023 | 5:24 PM

રાજય સરકાર દ્વારા મેડિકલ યુનિવર્સીટી બિલ લાવવાની સત્તાવાર જાહેરાત કરાઈ તેમ છતાં ફરી એકવાર મેડિકલ યુનિવર્સીટી બિલ ડ્રોપ કરાયું છે. બિલને લઈ ડ્રાફ્ટ પણ તૈયાર કરાયો હતો, પબ્લિક ડોમેનના આ બિલ અંગે સૂચન પણ મંગાવવામાં આવ્યા હતા. તો ગત વિધાનસભા સત્રમાં પણ આ બિલ લાવવાની સરકારે તૈયારી બતાવી હતી. જો કે, મેડિકલ સાથે જોડાયેલા મોટા માથાઓએ વિરોધ નોંધાવતા બિલ ડ્રોપ કરાયું હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી છે.

Gandhinagar : આગામી 13 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહેલું ગુજરાત વિધાનસભાનું (Gujarat Assembly) ત્રણ દિવસનું સત્ર ખાસ બની રહેશે. વિધાનસભાના આ સત્રમાં રાજ્ય સરકાર અલગ અલગ 9 જેટલા વિધેયક રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારની અંતિમ કેબિનેટ બેઠકમાં 14માંથી 9 બિલને મંજૂરીની મહોર મારવામાં આવી હતી. ત્રણ દિવસ ચાલનારા સત્રમાં પહેલા દિવસે 6 વિધેયક, બીજા દિવસે 2 અને ત્રીજા દિવસે એક વિધેયક રજૂ કરાય તેવી શક્યતા છે. પરંતુ અચાનક જ ફરી એક વાર મેડિકલ યુનિવર્સીટી બિલ ડ્રોપ કરાયું છે.

આ પણ વાંચો Breaking News : CM ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે જશે દિલ્હી, રાષ્ટ્રપતિ ભવન ખાતે ડિનર ડિપ્લોમસીમાં આપશે હાજરી

રાજય સરકાર દ્વારા મેડિકલ યુનિવર્સીટી બિલ લાવવાની સત્તાવાર જાહેરાત કરાઈ તેમ છતાં ફરી એકવાર મેડિકલ યુનિવર્સીટી બિલ ડ્રોપ કરાયું છે. બિલને લઈ ડ્રાફ્ટ પણ તૈયાર કરાયો હતો, પબ્લિક ડોમેનના આ બિલ અંગે સૂચન પણ મંગાવવામાં આવ્યા હતા. તો ગત વિધાનસભા સત્રમાં પણ આ બિલ લાવવાની સરકારે તૈયારી બતાવી હતી. જો કે, મેડિકલ સાથે જોડાયેલા મોટા માથાઓએ વિરોધ નોંધાવતા બિલ ડ્રોપ કરાયું હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી છે. સૂત્રોની માહિતીના આધારે પ્રાઇવેટ મેડિકલ યુનિવર્સીટીએ વાંધો નોંધાવ્યો હોવાનું સામે આવ્યું છે. તો કેન્દ્ર સરકાર સુધી લોબિંગ કર્યું હોવાની પણ માહિતી છે.

લોકોના મનમાં સવાલ એ હશે કે કેમ પાછલા 6 વર્ષથી મહત્વકાંક્ષી ગણાતું બિલ લટકી રહ્યું છે. આ સવાલનો જવાબ છે ખાનગી મેડિકલ કોલેજના સંચાલકોનો વાંધો. સૂત્રોની માનીએ તો, રાજ્યની મોટી મેડિકલ કોલેજોના સંચાલકોને ડર છે કે, મેડિકલ યુનિવર્સિટી આવે તો તેમની સ્વતંત્રતા અને અધિકાર છીનવાઇ શકે છે. સાથે જ બંધારણનું માળખું પણ તૂટવાનો ભય દર્શાવાયો હતો. બસ આ જ ભયને પગલે કોલેજોના સંચાલકોએ આરોગ્ય મંત્રી અને મુખ્યમંત્રીને મળીને અસહમતીનો સૂર વ્યકત કર્યો હતો. એટલુ જ નહીં યુનિવર્સિટીના પ્રતિનિધિ મંડળે દિલ્લી સુધી રજૂઆતો કરીને વિરોધ નોંધાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં ભાજપના ચૂંટણી ઢંઢેરામાં મેડિકલ યુનિવર્સિટીની સ્થાપના કરવાના મુદ્દાનો સમાવેશ કરાયો હતો. જોકે કોરોનાકાળને પગલે બિલ લાગુ કરવું શક્ય નહોતું બન્યું. જ્યારે હવે ખાનગી મેડિકલ કોલેજોના વાંધોને પગલે સતત બીજીવાર બિલ ડ્રોપ કરાયું છે. ઉલ્લેખનીય છે કે, મેડિકલ યનુવર્સિટી માટે તૈયાર કરાયેલા બિલના ડ્રાફ્ટમાં સરકારી મેડિકલ કોલેજ, ખાનગી મેડિકલ કોલેજ, ખાનગી યુનિવર્સિટી, પેરા મેડિકલ યુનિવર્સિટી અને આયુર્વેદિક યુનીવર્સીટીનો સમાવેશ કરાયો હતો. આ તમામ યુનિવર્સિટી મર્જ કરવાની કવાયત હતી.

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો