Bhavnagar: શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ કરી મહત્વપૂર્ણ જાહેરાત, વિક્ટોરિયા પાર્કનું નામ બદલી સ્વામી વિવેકાનંદ પાર્ક કરાશે

|

May 29, 2022 | 4:16 PM

શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ભાવનગર શહેર વચ્ચે આવેલું વિક્ટોરિયા પાર્ક કે જે રાજવી પરિવારની દેન છે. જેનું નામ આગામી સમયમાં બદલી સ્વામી વિવેકાનંદ પાર્ક કરવામાં આવશે.

Bhavnagar: શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ (Education Minister Jitu Vaghani) મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ભાવનગર શહેર વચ્ચે આવેલું વિક્ટોરિયા પાર્ક કે જે રાજવી પરિવારની દેન છે. જેનું નામ આગામી સમયમાં બદલી સ્વામી વિવેકાનંદ પાર્ક કરવામાં આવશે. મહત્વનું છે કે, હવે વિવિધ સ્મારકોને દેશના ગૌરવવંતા ઇતિહાસ સાથે સંકળાયેલા લોકો સાથે જોડી સાચા અર્થમાં આઝાદીનો ઉત્સવ ઉજવી રહ્યું છે.

જીતુ વાઘાણીએ વિકાસ ગૃહની દીકરીનું કર્યું કન્યાદાન

સામાન્ય રીતે સમાજમાં દીકરીના લગ્નનો પ્રસંગ તેના માતા-પિતા માટે એક આગવો અને અનન્ય અવસર હોય છે. કોઈપણ માતા-પિતા પોતાની દીકરીના ધામધૂમપૂર્વક લગ્ન થાય અને દીકરીના તમામ અરમાનો પૂરા થાય તેનો ખ્યાલ રાખીને તેના લગ્ન કરાવતા હોય છે. પરંતુ સમાજમાં એવી પણ દીકરીઓ છે કે જેનું કોઈ નથી અને અનાથાશ્રમમાં કે આશ્રમશાળાઓમાં નાનપણથી મોટી થાય છે. આવી દીકરીઓને સમાજમાં માનભેર સ્થાન મળે, માતા-પિતાનો પ્રેમ મળે અને લગ્નની યોગ્ય સમયે લગ્ન કરીને સમાજજીવનમાં સ્થાપિત થાય તે જરૂરી છે. રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણીએ તાપીબાઈ વિકાસ ગૃહની દીકરીના પાલક માતા-પિતા તરીકેની ફરજો પૂરી કરીને આજે તેને લગ્નની ઉંમર થતાં તેના ધામધૂમપૂર્વક લગ્ન કરાવી કન્યાદાન કર્યું હતું.

આ સમાજ અનુકરણીય કાર્યમાં તેમના મોટાભાઈ પણ પાછળ રહ્યાં નથી. તેમના મોટાભાઈ ડો. ગીરીશભાઈ વાઘાણીએ પણ તાપીબાઇ વિકાસ ગૃહની અન્ય એક દીકરીનું માતા-પિતા તરીકેની ફરજ બજાવીને કન્યાદાન કર્યું હતું. આમ, બંને ભાઈઓએ સમાજમાં એક આગવું અને અનોખું સાથે-સાથે અનુકરણીય પગલું ભરીને માનવતા સાથે સંવેદનશીલતાની એક અનોખી મિશાલ પ્રસ્તુત કરી હતી. આ પ્રસંગને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમાર અને મેયર કિર્તીબાળા દાણીધારીયા પણ વિશેષરૂપે આ લગ્નમાં ભાવનગર ખાતે ઉપસ્થિત રહ્યાં હતાં.

 

Next Video