કચ્છ : દબાણ કરનારાઓની હવે ખેર નથી, અંજારમાં ધાર્મિક દબાણો કરાયા જમીનદોસ્ત

|

Mar 12, 2024 | 5:28 PM

અંજારમાં આવેલા ધાર્મિક દબાણો ઉપર આજે બુલડોઝર ફરી વળ્યું હતું. સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બંધાયેલી ત્રણ દરગાહ અને એક મંદિરના બાંધકામને જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વહીવટી તંત્રએ દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.

રાજ્યમાં ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફરવાનો સીલસીલો યથાવત છે. કચ્છના અંજારથી લઈ દેવભૂમિ દ્વારકાના સલાયા સુધી ગેરકાયદેસર મકાનોને જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. કચ્છમાં છેલ્લા ઘણા દિવસથી ગેરકાયદે દબાણોને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે આજે અંજારમાં આવેલા ધાર્મિક દબાણો ઉપર પણ બુલડોઝર ફરી વળ્યું હતું.

સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બંધાયેલી ત્રણ દરગાહ અને એક મંદિરના બાંધકામને જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વહીવટી તંત્રએ દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. તો બીજી તરફ દેવભૂમિ દ્વારકામાં છેલ્લા કેટલાક દિવસથી સલાયા બંદરે ચાલી રહેલી ડિમોલીશનની કામગીરી પણ આજે પૂર્ણ થઈ હતી. અહીં જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં 54 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે. જેનાથી અંદાજિત 1 કરોડની કિંમતની સરકારી જમીન દબાણ મુક્ત થઈ છે.

ગેરકાયદેસર દબાણો દૂર કરવાની સાથે તંત્રનો સંદેશો સ્પષ્ટ છે કે ધર્મના નામે પણ કોઈ પણ પ્રકારનું દબાણ સાંખી નહીં લેવાય. અને સરકારની નજરે ન્યાય એક સમાન છે. અંજારમાંથી દૂર કરાયેલા ધાર્મિક દબાણો પર નજર કરીએ તો તેમાં હાજીપીરની દરગાર, નાગેશાપીરની દરગાહ, વલ્લીપીરની દરગાહ તેમજ મામાદેવ મંદિરનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે આ પૂર્વે કચ્છના અબડાસા અને ખાવડામાં પણ આ જ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Next Video