જામનગર : વકીલ હારુન પલેજાની હત્યા બાદ તંત્ર એક્શનમાં, બેડી વિસ્તારના ગેરકાયદે દબાણ જમીનદોસ્ત કરાયા

|

Mar 18, 2024 | 4:58 PM

ડિમોલીશનની આ કામગીરી 3 દિવસ સુધી ચાલવાનું અનુમાન છે. ત્રણ દિવસ ચાલનારી કાર્યવાહીમાં કુલ 10 જેટલી ગેરકાયદે જગ્યાઓ પર બુલડોઝર ફેરવવામાં આવશે. લગભગ 2 લાખ ફૂટથી વધુ જગ્યા પરથી દબાણ દૂર કરવામાં આવશે. એટલે કે અંદાજીત 15 કરોડની કિંમતની જમીન દબાણ મુક્ત થશે.

જામનગરના બેડી વિસ્તારમાં સોમવારે વહેલી સવારથી જ તંત્ર દ્વારા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ વ્યવસ્થા વચ્ચે આ વિસ્તારના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. જેમાં કુખ્યાત સાયચા ગેંગના ગેરકાયદે બે બંગલા, ગેરેજ અને દુકાનોને પણ જમીનદોસ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કુખ્યાત સાયચા બંધુઓ અનેક પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા છે.

ઉલ્લેખનીય છે કે જામનગરમાં 8મી માર્ચના રોજ પણ સાયચા ગેંગના બે ગેરકાયદે બંગલાઓ પર બુલડોઝર ફેરવીને તેને તોડી પડાયા હતા. આ બંગલામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોવાની વાત પણ સામે આવી હતી. તો હાલમાં જ જામનગરના પ્રસિદ્ધ વકીલ હારુન પલેજાની હત્યામાં પણ સાયચા ગેંગની સંડોવણી સામે આવી છે. ત્યારે તંત્રએ સાયચા ગેંગ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે.

Next Video