દક્ષિણ ગુજરાતમાં કેવો રહ્યો મેઘરાજાનો મિજાજ, ક્યાં થયા બારે મેઘ ખાંગા અને ક્યાંક વરસાદે લીધો વિરામ? જાણો અહેવાલ દ્વારા

|

Jul 06, 2022 | 1:37 PM

ભરૂચ શહેરમાં રાતે 11 વાગ્યાથી વહેલી સવાર સુધી મેઘરાજાની હાજરી વર્તાઈ હતી. ભરૂચમાં સતત વરસતા વરસાદી ઝાપટાઓના કારણે વરસાદી પાણીના નિકાલની સમ્યાઓ ઉભી થઇ હતી.

દક્ષિણ ગુજરાતમાં ભરૂચ(Bharuch)ને બાદ કરતા મોટાભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે. ભરૂચમાં રાત્રી દરમયાન મેઘ રાજા મનમુકીને વરસ્યા હતા. વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણીના ભરાવાની સમસ્યાઓ સામે આવી હતી તો નવસારી , સુરત શહેર, તાપી, વલસાડ અને ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે. મોડી રાત્રે સુરત જિલ્લામાં ઓલપાડમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. રાત્રિ દરમિયાન ૩ ઇંચ વરસાદથી બાવા ફળીયા નજીક મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. ભરૂચ શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્ય નજરે પડ્યા હતા.

ભારે વરસાદને પગલે ઓલપાડમાં સેના ખાડી ઓવરફલો થઇ છે. ઓલપાડ માં વરસાદી પાણી ઘરોમાં ઘુસ્યા હતા. સરદાર આવાસમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સિધ્ધનાથ નગર સોસાયટી, વિશ્રામગૃહ અને આઇટીઆઇમાં વરસાદી પાણીએ સમસ્યાઓ ઉભી કરી હતી.

ભરૂચ શહેરમાં રાતે 11 વાગ્યાથી વહેલી સવાર સુધી મેઘરાજાની હાજરી વર્તાઈ હતી. ભરૂચમાં સતત વરસતા વરસાદી ઝાપટાઓના કારણે વરસાદી પાણીના નિકાલની સમ્યાઓ ઉભી થઇ હતી. ભરૂચ શહેરના ફાંટા તળાવ , ગાંધી બજાર અને સેવાશ્રમ રોડની સ્થિતિતો બદતર બનાઈ હતી.લોકોનું પાણીના કારણે ઘરનીબહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું તો દુકાનોમાં પાણી ઘુસી જવાના કારણે માલ સામાન બગડી જવાની ચિંતા ઉભી થઇ હતી. નવસારી , સુરત શહેર, તાપી, વલસાડ અને ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો હતો. આ સમયમાં ખેડૂતોએ ખેતરમાં જરૂરી કામગીરીઓ પતાવી લેવાને પ્રાધાન્ય આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે ચોમાસાના પ્રથમ તબક્કામાં દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો છે. નદી નાલાઓમાં નવા નીર આવ્યા છે જયારે ડાંગમાં પર્વતીય ક્ષેત્રમાં અનેક ધોધ સક્રિય થયા છે. સાપુતારામાં પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થયો છે.

 

Published On - 10:31 am, Wed, 6 July 22

Next Video