રાજ્યમાં આગામી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં એલર્ટ જાહેર

|

Jul 14, 2022 | 3:15 PM

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે ક્ચ્છમાં પણ ભારે વરસાદની આગાહી છે.

ગુજરાતમાં આગામી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ (Heavy rain) ની આગાહી (Forcast) છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ (Meteorological Department) ની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે ક્ચ્છમાં પણ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. આગામી 48 કલાકમાં ગુજરાતના દરિયાઈ કાંઠામાં લો પ્રેશર સિસ્ટમ ક્રિએટ થશે. ગાંધીનગર અને અમદાવાદમાં પણ ભારે વરસાદી ઝાપટા આવતા રહેશે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમાં મોહંતીએ આજે જાહેર કરેલી વરસાદની આગાહી પ્રમાણે રાજ્યમાં હજી 3 દિવસ વરસાદમાં કોઈ જ રાહત નહિ મળે. રાજ્યમાં હજુ ભારેથી અતિ ભારે કરતા પણ વધારે વરસાદ રહેશે. આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ રહેશે આ સાથે સૌરાષ્ટ્રમાં પણ આ સમય દરમિયાન અત્યંત ભારે વરસાદ પડી શકે છે. આગામી 48 કલાકમાં ગુજરાતના દરિયાઈ કાંઠામાં લો પ્રેશર સિસ્ટમ સક્રીય થશે જેના કારણે ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તથા કચ્છના દરિયા કિનારા વિસ્તારમાં ભારે વરસાદ પડવાની સંભાવનાને પગલે માછીમારોને પણ દરિયો ન ખેડવા ચેતવણી આપવાની સાથે બંદરોને પણ એલર્ટ કરાયા છે. ગાંધીનગર અને અમદાવાદમાં પણ ભારે વરસાદી ઝાપટા આવતાં રહેશે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 400 મીમી વરસાદ થયો છે. ટકાવારી પ્રમાણે જોઈએ તો રાજ્યમાં 80 ટકા કરતાં વધુ વરસાદ નોંધાઈ ગયો છે.

Published On - 1:24 pm, Thu, 14 July 22

Next Video