રાજ્યમાં આવતીકાલથી અતિભારે વરસાદની આગાહી, તો આજે આ વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

|

Jun 22, 2024 | 5:48 PM

છેલ્લા કેટલાક દિવસોથી નવસારીમાં અટવાયેલું વાવાઝોડું હવે આગળ વધશે એવું હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે. રાજ્યમાં આવતીકાલથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી નવસારીમાં અટવાયેલું વાવાઝોડું હવે આગળ વધશે એવું હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે. રાજ્યમાં આવતીકાલથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આજે વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો તાપી, સુરત, ભરૂચ, નર્મદા, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં વરસાદનું યેલો અલર્ટ અપાયું છે. 24 જુન બાદ રાજ્યમાં વરસાદની ગતિ વધશે. જેના કારણે આગામી 3થી 4 દિવસમાં ચોમાસું આગળ વધશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:25 pm, Sat, 22 June 24

Next Video