Gujarati Video : રાજકોટ રૈયા રોડ પર આવેલી આંગડિયા પેઢીમાં 4 લાખની રોકડની ચોરી
રાજકોટના રેયા રોડ પર આવેલી આંગડિયા પેઢીમાં 4 લાખની રોકડની ચોરી થઈ છે. જેમાં એચ.એમ.આંગડિયા પેઢીમાં રોકડની ચોરી કરવામાં આવી છે. જેમાં તસ્કરો સીસીટીવીનું DVR પણ લઈ ગયા છે. ચોરી કરવા માટે તસ્કરોએ આરીથી શટર તોડીને ચોરીને અંજામ આપ્યો હતો.
રાજકોટમાં આંગડિયા પેઢીમાં લુંટ અને ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આંગડિયા પેઢીમાં ચોરીનો વધુ એક બનાવ સામે આવ્યો છે.રૈયારોડ પર આવેલી એચ એમ આંગડિયા પેઢીમાં 6.5 લાખ જેટલી રોકડની ચોરીની ઘટના સામે આવી છે.ગાંધીગ્રામ પોલીસે આજુબાજુના સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
તણી અને ગણશિયા જેવા હથિયારોનો ઉપયોગ કરીને લૂંટને અપાયો અંજામ
રૈયા રોડ પર સદગુરુ તીર્થધામમાં એચ એમ આંગડિયા પેઢીમાંથી સમયે રૂ.6 લાખ 50 હજાર જેટલી રોકડ રકમ ની ઉઠાંતરી થયાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ છે.રાત્રીના સમયે તસ્કરોએ તણી અને ગણશીયા જેવા હથિયારો વડે તાળું તોડીને લૂંટને અંજામ આપ્યાનું માલૂમ પડી રહ્યું છે.તસ્કરો સીસીટીવીમાં તોડફોડ કરી ડીવીઆર પણ ઉઠાવી ગયા હોવાનું જાણવા મળેલ છે.
આ પણ વાંચો : Ahmedabad : કાયાકિંગ બોટ રાઈડ કરતો યુવક સાબરમતી નદીમાં ખાબક્યો, રેસ્કયુ ટીમે 40 સેકન્ડમાં બચાવ્યો જીવ
આ સમગ્ર બનાવ અંગે યુનિવર્સીટી રોડ પર જલારામ ૨માં ગીતાંજલિ એપાર્ટમેન્ટમાં રહેતા ,જૂના આંગડિયાની પેઢી ધરાવતા વિજયભાઈ રમેશચંદ્ર સવજાણીએ જણાવ્યું છે કે અમે ત્રણ જણ પેઢીનો કારોબાર સંભાળે છે.ગઈ તારીખ 5ના રોજ રાત્રીના આઠેક વાગ્યે તેઓ આંગળિયાની ઓફીસ બંધ કરીને ઘરે જઈ રહ્યા ત્યારે ઓફિસમાં અંદાજિત રૂ. ૬ લાખ ૫૫ હજાર જેટલી રોકડ રકમ પડી હતી.સવારના લગભગ સવા છ વાગ્યા આસપાસ તેઓ તેમના ઘરે સૂતા હતા બાજુના દુકાનધારકનો ફોન આવ્યો કે તેમની ઑફિસના તાળા અને શટર બને તૂટેલા છે. આ અંગેની જાણ થતાં તેઓ નાના ભાઈ સાથે તાત્કાલિક ઓફીસ ગયા તો તેમની ઓફીસનું શટર તૂટેલું હતું અને ઓફિસના દરવાજા તરફનું તાળું તૂટેલું હતું.
તેમજ શટરની બીજી બાજુની ફ્રેમ ફ્લોરમાંથી અલગ કરેલ તૂટેલી હાલતમાં હતી અને તેનું તાળું શટરમાં જ લટકતું હતું અને દરવાજા પાસે એક લોખંડ કાપવાની તણી પડેલ હતી. ત્યારબાદ ઓફિસમાં અંદર જતા ઓફિસના લાકડાના ટેબલ પર એક લોખંડનો સળિયો પડેલ હતો.તેમજ ઓફિસના સીસીટીવી કેમેરાનું ડી.વિ.આરનું બોક્સ તૂટેલ હાલતમાં હતું અને તેમાં ડી.વી.આર પણ જોવા નહિ મળેલ.ત્યારબાદ ટેબલ ની પાછળ કાચના બારણાં વાળી બીજી ઓફીસ બનાવેલ હોય જ્યાં રોકડા રકમ રાખતી હોય ત્યાં જઈને જોતા જાણવા મળ્યું કે રોકડ રકમ જે આ ઓફિસમાં હતી એ છે નહિ.
જેથી તેમની આંગડિયા ઓફિસમાં રહેલ અંદાજિત રોકડ રકમ રૂ.6 લાખ 55 હજાર તથા સીસીટીવી કેમરાનું ડીવીઆર જેની આશરે કિંમત રૂ. ૧૫૦૦ એમ કુલ ૬લાખ ૫૬ હજાર ૫૦૦ નો મુદ્દામાલ કોઈ તસ્કરો ચોરી કરી લઇ ગયેલ છે.આ બનાવ અંગેની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસસ્ટેશન નો કાફલો દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…